Gandhinagar: દહેગામમાં અપહરણ કેસમાં રોજેરોજ નવા ખુલાસા, યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
- Gandhinagar: હવે યુવતીએ પોલીસ મથકે અપહરણ ન થયાનું નિવેદન નોંધાવ્યુ
- પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો યુવતીનો આરોપ
- યુવતીનું મામાએ અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી
Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં અપહરણ કેસમાં રોજેરોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જેમાં હવે યુવતીએ પોલીસ મથકે અપહરણ ન થયાનું નિવેદન નોંધાવ્યુ છે. તેમાં પતિ અને સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોવાનો યુવતીનો આરોપ છે. દોઢ વર્ષ પહેલા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીનું મામાએ અપહરણ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં નિવેદનથી વિસ્તારમાં સમગ્ર કેસ અંગે ચર્ચાઓ થઇ રહી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી યુવતીનું પિયરિયાઓ દ્વારા અપહરણ કેસમાં વળાંક
-યુવતી પોલીસ મથકે આવી તેનું અપહરણ નહીં થયું હોવાનું નિવેદન આપ્યું
-પતિ અને સાસરીયો દ્વારા બ્લેકમેલ કરવામાં આવતું હોવાનું જણાવ્યું
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામની સાંઈ કુટીર સોસાયટીમાં રહેતી
ગાંધીનગર જિલ્લાના દહેગામની સાંઈ કુટીર સોસાયટીમાં રહેતી અને દોઢ વર્ષ પહેલાં પરિચયમાં આવેલા યુવક સાથે પ્રેમલગ્ન કરનારી યુવતીનું તેના મામા સહિતના લોકો દ્વારા અપહરણ કરવાનો બનાવ બન્યો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકમાં નોંધાતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે અપહરણનાં ચોંકાવનારાં દૃશ્યો સીસીટીવીમાં કેદ પણ થયાં હતાં. યુવતીના પતિ દ્વારા આ અંગે દહેગામ પોલીસ મથકમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
જોકે ત્યાર બાદ યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં તેણે અપહરણનો ઈનકાર કર્યો હતો અને પોતે સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે આવી હોવાની વાત કરી હતી. આ સાથે પતિ સહિત સાસરી પક્ષના લોકો સામે આક્ષેપ પણ કર્યા હતા. સમગ્ર દહેગામ સહિત આસપાસના વિસ્તારમાં ચર્ચા જગાવનારા આ કિસ્સા અંગે યુવતીએ દહેગામ પોલીસ મથકે આવી પોતાના માતા પિતા સાથે રહેવાનું નિવેદન આપ્યું હતુ.
આ પણ વાંચો: Gandhinagar Mega demolition: ગેરકાયદેસર દબાણો હટાવી 1000 કરોડની જગ્યા ખુલ્લી કરાઇ