GANDHINAGAR : જોખમી રીલબાજોને ડામવા પોલીસે વોટ્સએપ નંબર જાહેર કર્યો
GANDHINAGAR : દિવસેને દિવસે રીલબાજોનો ત્રાસ વધી રહ્યો છે. તેને નાથવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો રીલબાજો અથવા વિવાદીત પોસ્ટ અંગે જાણ કરી શકશે. અને સોશિયલ મીડિયાની ગતિવિધી સીધી જ પોલીસ સુધી પહોંચાડી શકશે. હવે જો હથિયાર સાથેની પોસ્ટ મુકી તો ફસાયા જ સમજજો. ગાંધીનગર પોલીસ દ્વારા 9978405968 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નાગરિકો જાણ કરી શકશે. જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. (GANDHINAGAR POLICE ISSUE WHATSAPP NUMBER TO CURB SOCIAL MEDIA REELS AND POST MENACE)
મોટી બબાલ સર્જે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી
આપણા જીવનમાં ઇન્ટરનેટનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેન સાથે સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે લોકો અવનવા વીડિયો બનાવતા હોય છે. આ રીલબાજો ક્યારેક વીડિયો બનાવતી વખતે પોતાનો અથવા અન્યનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં છાવાઇ જવા એક જ પ્રકારની ઘટનાનું જોખમી અનુકરણ કરતા પણ લોકો અટકાતા નથી. બીજી તરફ કેટલીક વખત વિવાદીત સોશિયલ મીડિયા પોસ્ટ મોટી બબાલ સર્જે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ બધી ઘટનાઓ પર લગામ કસવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે.
નાગરિકો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની મદદ કરી શકશે
હવે નાગરિકો 9978405968 નંબર પર વિવાદિત રીલ અથવા પોસ્ટ અંગેની માહિતી આપી શકશે. અત્યાર સુધી વીડિયો વાયરલ થયા બાદ તંત્ર સુધી પહોંચતો હતો, પરંતુ હવે વાયરલ થતા પહેલા જ તેને અટકાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ સુધી માહિતી પહોંચાડનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જેથી નાગરિકો બિંદાસ્ત પણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની મદદ કરી શકશે.
આ પણ વાંચો --- ANAND : બોરીયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું