Gandhinagar : પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનારા દુષ્કર્મનાં આરોપીના રિમાન્ડ મંજૂર
- Gandhinagar માં દુષ્કર્મનાં આરોપી દ્વારા પોલીસ પર હુમલાનો મામલો
- ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મનાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો
- આરોપી રામ યાદવને રિમાન્ડ માટે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો
- કોર્ટ આરોપીના 4 દિવસના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ કર્યા મંજૂર
Gandhinagar : 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમ આરોપી દ્વારા પોલીસ પર હુમલા કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે સ્વરક્ષણ માટે ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ આરોપીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે પોલીસ (Sector-24 Police) દ્વારા દુષ્કર્મનાં આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે આરોપીના 4 દિવસના એટલે કે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો - Operation Mule Hunt: જૂનાગઢ પોલીસે રુ. 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો!
રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓ હુમલો કર્યો, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું
ગાંધીનગરનાં (Gandhinagar) સેક્ટર-24 માં આવેલા ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 4 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટનામાં નરાધમ આરોપી રામ યાદવની પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ધરપકડ કરી હતી. ત્યાર બાદ જ્યારે પોલીસ રામ યાદવને સાથે રાખી રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, પોલીસે સ્વબચાવ (Self-Defense) કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપીને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચો - Jamnagar: પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર!, AI નો દુરુપયોગ કરી રચાયો કારસો!
Gandhinagar પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો, 4 દિવસનાં રિમાન્ડ મંજૂર
ત્યારે આજે સેક્ટર 21 પોલીસ (Sector-24 Police) દ્વારા આરોપી રામ યાદવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે તમામ દલીલો સાંભળીને આરોપીના 4 દિવસ એટલે કે 26 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ (Accused Remand) મંજૂર કર્યા છે. ઘટનાનાં રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે આરોપીને લઈને પોલીસની ટીમ પહોંચી હતી ત્યારે આરોપીએ ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીને પકડવા જિલ્લાની ટીમો પણ કાર્યરત હતી. 3 રાઉન્ડ ફાયરિંગમાં 2 રાઉન્ડ મિસ ફાયર થયા હતા. સમગ્ર ઓપરેશનને વિરાંગના નામ આપવામાં આવ્યું છે. બાળકીની બહાદૂરીને લઈ વિરાંગના નામ આપ્યું છે. તેમ અગાઉ PI લતાબેન દેસાઈએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - સાંસદ Geniben Thakor ને ચેલેન્જ આપનાર ભુવાજીએ માફી માંગવી પડી!, જાણો શું કહ્યું?


