Gandhinagar : APP બનાવી લોકોને દુષ્પ્રેરણા દર્શાવતું પાકિસ્તાની કન્ટેન્ટ બતાવનાર યુવકની ધરપકડ
- એપ મારફતે પાકિસ્તાનની ચેનલ સ્ટ્રિમિગ કરતો આરોપી ઝડપાયો (Gandhinagar)
- સ્ટેટ સાઇબર ક્રાઈમે જીયો હોટસ્ટારની ફરિયાદ બાદ કરી કાર્યવાહી
- આઈપી ટીવી એપ્લિકેશન બનાવનાર આરોપીની કરાઈ ધરપકડ
- પાકિસ્તાનનું કન્ટેન્ટ પણ એપ્લિકેશનમાં દર્શાવતો હતો આરોપી
Gandhinagar : એપ મારફતે પાકિસ્તાનની ચેનલ (Pakistani Channel) સ્ટ્રિમિંગ કરતા આરોપીની સ્ટેટ સાઇબર ક્રાઇમ, ગાંધીનગર દ્વારા પંજાબનાં જલંધરથી (Jalandhar) ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આરોપી આઈપી ટીવી એપ્લિકેશન બનાવીને પાકિસ્તાનનું દુષ્પ્રેરણા દર્શાવતું કન્ટેન્ટ બતાવતો હતો. આરોપીની આ આઈપી ટીવી (IP TV App) એપને 50 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી. જીયો હોટસ્ટારની ફરિયાદ બાદ સ્ટેટ સાઇબર ક્રાઈમે (State Cyber Crime) આ કાર્યવાહી કરી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Viral Video : સુરેન્દ્રનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવકની ધરપકડ, ઊંઝા-મહેસાણા હાઈવે પર ઇકોચાલકની ઘોર બેદરકારી
IP TV App. થી પાકિસ્તાનનું દુષ્પ્રેરણા દર્શાવતું કન્ટેન્ટ બતાવતો હોવાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, એપ મારફતે પાકિસ્તાનની ચેનલ સ્ટ્રિમિંગ કરાતું હોવાની ફરિયાદ જીયો હોટસ્ટાર (Jio Hotstar) દ્વારા કરવામાં આવી હતી. જે બાદ સ્ટેટ સાઇબર ક્રાઇમ, ગાંધીનગર (Gandhinagar) દ્વારા તપાસ તેજ કરાઈ હતી અને બાતમી અને હ્યુમન સર્વેલન્સના આધારે પંજબનાં (Punjab) જલંધરથી આરોપી યુવકની ધરપકડ કરી છે. આ મામલે સાયબર ક્રાઇમનાં એસ.પી ધર્મેન્દ્ર શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આરોપીનું નામ મોહમ્મદ મુર્તઝા અલી છે જે મૂળ બિહારનો છે. આરોપીએ એક આઈપી ટીવી એપ્લિકેશન બનાવી હતી, જેનાં માધ્યમથી તે પાકિસ્તાનનું દુષ્પ્રેરણા દર્શાવતું કન્ટેન્ટ દર્શાવતો હતો. આ એપ્લિકેશન પર 800 ચેનલ ચાલતી હતી. મોટા પ્રમાણમાં પાકિસ્તાની ચેનલનું કન્ટેન્ટ બતાવવામાં આવતું હતું. આરોપીની આ એપ્લિકેશનને 50 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Surat : ત્રણ વર્ષ પહેલા થયેલ ચોરીનો ઉકેલાયો ભેદ, ઘણા સમયથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી
આરોપી પાસેથી ત્રણ લેપટોપ જપ્ત કરાયા
એસ.પી ધર્મેન્દ્ર શર્માએ (SP Dharmendra Sharma) વધુમાં જણાવ્યું કે, આરોપી પાસેથી ત્રણ લેપટોપ જપ્ત કરાયા છે. ઉપરાંત, ડેબિટ કાર્ડ, હાર્ડડિસ્ક સહિતની સામગ્રી પણ જપ્ત કરાઈ છે. સર્વર, નાણાકીય વ્યવહાર સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આઈપીથી ટીવી જોવા માટે યુઆરએલ મોકલનાર લોકોની પણ તપાસ થશે. આરોપીની તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે. હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં, સવારથી બેઠકોનો દોર!