ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : રીબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં બે કારખાનામાં લાખોની ચોરી કરનારા 3 ઝડપાયા

પોલીસને બાતમી મળી હતી કે રીબડા વિસ્તારમાં ચોરી કરેલ લોખંડના મુદ્દામાલ એક સીએનજી રિક્ષામાં ભરી ગોંડલ તરફ વેચવા આવનાર છે.
09:00 PM Apr 18, 2025 IST | Vipul Sen
પોલીસને બાતમી મળી હતી કે રીબડા વિસ્તારમાં ચોરી કરેલ લોખંડના મુદ્દામાલ એક સીએનજી રિક્ષામાં ભરી ગોંડલ તરફ વેચવા આવનાર છે.
Gondal_Gujarat_first
  1. રીબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં બે કારખાનામાં લાખોની ચોરીનો મામલો
  2. ગોંડલમાં ચોરી કરેલ માલ વેંચે તે પહેલાં જ ભોજપરાના પાટીયા પાસેથી પોલીસે દબોચી લીધા
  3. વાંકાનેરથી ચોરેલ બાઈક સહિત રૂ. 3.10 લાખનો મુદામાલ કબ્જે, ગોંડલ તાલુકા પોલીસની કામગીરી

રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં ગઇ 5 એપ્રિલ, 2025 ની રાતે રીબડા સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ શ્રી ગંગા ફોર્જીંગ તથા સહારા નામના કારખાનામાં અંદર પ્રેવેશી મશીનની પીનુ, ગેર, સ્લાઇડર, એક ઇન્ડકશન ચેંજર મશીન વગેરે મળી કુલ 1 લાખ જેટલી કિંમતનો મુદામાલ તથા બાજુમાં આવેલ કારખાનામાથી લોખંડની પ્લેટો આશરે 600 કિલો વજન રૂ. 20 હજારનો મુદ્દામાલ લઇ જતા 3 ચોરોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરેલી બાઇક સહિત કુલ 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : શું તમે EV વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો આવ્યા ખુશીનાં સમાચાર! વાંચો વિગત

ચોરીનો માલ રિક્ષામાં ભરી ગોંડલ વેચવા હોવાની બાતમી મળી હતી

રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ, SP હિમકર સિંહ, DySP કે.જી.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ચોરીમાં સંડોવાયેલ આરોપીને તાત્કલીક પકડી પાડવાની સખત સૂચનાથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડો. નવીન ચક્રવર્તીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતાં ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જુદાં-જુદાં કારખાના તેમ જ રોડ રસ્તાનાં CCTV ફૂટેઝ અને બાતમીદારોથી માહિતી બાદ રીબડા વિસ્તારમાં ચોરી કરેલ લોખંડના મુદ્દામાલ એક સીએનજી રિક્ષામાં ભરી ગોંડલ તરફ વેચવા આવનાર છે.

આ પણ વાંચો - Valsad : સિવિલમાં દવા લેવા આવેલી બે બહેનોનું એક બાદ એક મોત, જુઓ હચમચાવે એવો Video!

કુલ રૂ. 3.10 લાખનાં મુદ્દામાલ સાથે 3 ની ધરપકડ

આ બાતમીનાં આધારે પોલીસની ટીમ ભોજપરા ગામનાં પાટીયા પાસે વોચમાં હતી, દરમિયાન શંકાસ્પદ સીએનજી રિક્ષામાં બે શખ્સ અને એક શખ્સ બાઇક પર નીકળતા તે બન્ને વાહનો રોકી તપાસ કરતા ચોરીનાં લોખંડનાં સ્પેરપાર્ટસ અલગ-અલગ પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો મળી આવ્યો હતો. બાઈક અંગે તપાસ કરતા વાંકાનેરમાંથી ચોરી કરેલું હોવાનું ખુલ્યું હતું. પોલીસે કુલ રૂ. 3.10 લાખનાં મુદ્દામાલ સાથે આરોપી મુન્ના લાખા વાળા (ઉવ.53, રહે. હાલ રાજકોટ કોઠારીયા રોડ, સીતળાધાર 25 વારીયા પ્લોટ, મુળ સુલતાનપુર, ગોંડલ), સંજય સગરામ પરમાર (ઉવ.19, રહે. રાજકોટ કોઠારીયા રોડ, જુના ટોલનાકા પાસે શીવ હોટલ પાસે) અને ગોવિંદ ઉર્ફે તોતળો રમેશ પરમાર (ઉવ.20, રહે. ગોંડલ નેશનલ હાઇવે શ્રી હોટલ સામે) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Panchmahal : ગોધરા-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, પિતા અને 3 માસૂમ દીકરીનાં મોત

Tags :
Crime NewsGondalGondal Taluka PoliceGUJARAT FIRST NEWSRAJKOTRibda Samriddhi Industries ZoneShri Ganga ForgingTop Gujarati New
Next Article