ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : ગોંડલમાં વધુ એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

આ ઘટના બપોરનાં આશરે 1.45 વાગ્યાની આસપાસ બની હતી. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન જ્યારે ગોંડલ પાસેથી પસાર થઈ રહી હતી...
04:17 PM Jul 18, 2025 IST | Vipul Sen
આ ઘટના બપોરનાં આશરે 1.45 વાગ્યાની આસપાસ બની હતી. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન જ્યારે ગોંડલ પાસેથી પસાર થઈ રહી હતી...
Gondal_Gujarat_first main
  1. ગોંડલનાં ગુંદાળા ફાટક નજીક રેલવે ટ્રેક પરની ઘટના
  2. અજાણ્યા યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો
  3. યુવકની ઓળખ કરવા પોલીસ મો.નં. જાહેર કર્યા
  4. ટુંકાગાળામાં આપઘાતનો બીજો બનાવ બનતા ચકચાર

Gondal : ગોંડલનાં ગુંદાળા ફાટક નજીક રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે. આ બનાવને પગલે રેલવે પોલીસ (Rajkot Railway Police) ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઘટના બપોરનાં આશરે 1.45 વાગ્યાની આસપાસ બની હતી. વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન જ્યારે ગોંડલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનાસ્થળે જ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Gujarat News: અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે, સાબર ડેરીના પશુપાલકો સાથે મુલાકાત કરશે

પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ તપાસ આદરી

બનાવની જાણ થતાં રેલવે પોલીસનાં એએસઆઈ ફીરોજભાઈ અને કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવકનાં મૃતદેહને રેલવે સ્ટેશન ખાતે ખસેડ્યો હતો, જ્યાંથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં (Gondal Civil Hospital) ખસેડવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat News: રિક્ષા બરોબર જગ્યાએ પાર્ક કરવાનું કહેતાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યુ

પોલીસે યુવકની ઓખળ કરવા તજવીજ હાથ ધરી, મોં. નં. જાહેર કર્યા

મૃતક યુવકની ઓળખ હજું સુધી થઈ શકી નથી. તેણે કાળા રંગનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે અને જમણા હાથમાં ૐ ત્રોફાવેલ છે. પોલીસ દ્વારા યુવકની ઓળખવિધિ માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે, રેલવે પોલીસનાં ફિરોજભાઈ મોબાઈલ નંબર 97233 50836, રાજકોટ રેલવે પોલીસ 63596 27790 અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઇ માધડ 9104 000 555 એ મોબાઈલ નંબર જાહેર કર્યા છે. ગત 14 જુલાઈનાં રોજ પણ ગોંડલનાં (Gondal) શ્રી હોટેલ પાછળ રેલવે ટ્રેક પર એક યુવકે આપઘાત કર્યો હતો. આમ, ટુંકાગાળામાં જ ગોંડલમાં ટ્રેન નીચે આપઘાતનો આ બીજો બનાવ સામે આવ્યો છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - VADODARA : 'અફસોસ...લગ્નનના ઘોડા હવે તમાશાના થઇ ગયા'- કાર્યકર

Tags :
ASI FirozbhaiConstable HardikbhaiCrime NewsGondalGondal Civil HospitalGondal Railway Policegujaratfirst newsGundala PhatakRAJKOTRajkot Railway PoliceShivam Sarvajanik TrustTop Gujarati News
Next Article