Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ

Gondal: ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખી ફરી બે જૂથ વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે મારામારી
gondal  ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ  સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ
Advertisement
  1. ફરિયાદનો ખાર રાખી ફરી બે જૂથો ઝઘડ્યા
  2. બે પક્ષો વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે મારામારી થઈ
  3. પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડનીતજવીજ હાથ ધરી

Gondal: ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ધંધાકીય બાબતે ચાલતી માથાકૂટમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદનો ખાર રાખી ફરી બે જૂથ વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષના 6 લોકો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે તાલુકા પોલીસે સામસામી 15 શખ્સો સામે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ મારામારી મામલે તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના ભુણાવા ગામે રહેતા વિજયસિંહ બચુભા જાડેજાએ ભુણાવા ગામના સિધ્ધરાજસિંહ નિરુભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરુભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રુદ્રરાજસિંહ સંજયસિંહ જાડેજા, લખીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા, અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને મંગાભાઈ ચાવડાએ ધોકા અને પાઇપ વડે માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો: Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV

Advertisement

આખરે શા માટે થઈ હતી બન્ને પક્ષો વચ્ચે મારામારી

સામા પક્ષની વાત કરીએ તો, યશપાલસિંહ સિધ્ધરાજસિંહ જાડેજાએ રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા જાડેજા, ભગીરથસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, હરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રામદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજાએ લાકડી, ઇપ અને છરી વડે માર માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Amreli: પાટીદારી દીકરીના સમર્થનમાં સોશિયલ મીડિયા વોર! પિતાનું પણ નિવેદન સામે આવ્યું

બંને જૂથ સામ સામે આવી જતા ફરી મારામારી થઈ

આ મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિજયસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા વચ્ચે ધંધાકીય બાબતે અગાઉ થયેલી મારામારીની કરેલી ફરિયાદનો ખાર રાખી નવા વર્ષે ભુણાવા ગામે બંને જૂથ સામ સામે આવી જતા ફરી મારામારી થઈ હતી. જેમાં વિજયસિંહ જાડેજા કૃષ્ણપાલસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા અને ભગીરથસિંહ જાડેજાને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે સામા પક્ષે યશપાલસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કરાતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ પોલીસને થતા પીએસઆઇ આર આર સોલંકી સહિતનો સ્ટાફ ધસી જઇ બંને પક્ષે મળી 15 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: VADODARA : પાલિકા કચેરીમાં આગનું છમકલું, મોડે મોડે ફાયર વિભાગને જાણ કરાઇ

Tags :
Advertisement

.

×