Gondal : ઘોઘાવદર ગામની સીમમાં જુગાર રમી રહેલા સરપંચ, તા.પં. સભ્ય સહિત 9 ઝડપાયા
- રાજકોટ રૂરલ એલસીબી પોલીસની ગોંડલ તાલુકામાં મોટી કાર્યવાહી (Gondal)
- ઘોઘાવદર ગામમાં જુગારધામ પર દરોડો, 9 લોકોની ધરપકડ કરાઈ
- પોલીસે મોબાઇલ, બાઇક, રોકડ સહિત કુલ 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Gondal : રાજકોટ રૂરલ એલસીબી પોલીસે (Rajkot Rural LCB Police) ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે જુગાર રમતા ઘોઘાવદર ગામના સરપંચ હરેશભાઇ સાવલિયા અને ગોંડલ તાલુકા પંચાયત સભ્ય જીજ્ઞેશભાઈ ઘેલાણી સહિત 9 લોકોની ધરપકડ કરી છે. સાથે જ મોબાઇલ ફોન, રોકડ, મોટર સાઇકલ સહિત કુલ રૂ.6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : સિવિલ હોસ્પિ.માં 7 માસમાં 500 દર્દીની 'લિથોટ્રિપ્સી' થી પથરીની પેઇનલેસ સારવાર
મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનાં દરોડા
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના ગોંડલના (Gondal) ઘોઘાવદર ગામની સીમમાં આવેલ વાડીનાં એક મકાનમાં બાતમીનાં આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો અને મકાનમાં જુગાર રમી રહેલા 9 લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- 11 (કિંમત રુ.1,20,000) તથા 9 મોટરસાયકલ (કિંમત રુ.4,10,000) મળી કુલ રુ.6,36,300 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Junagadh : ગીરમાં વરસાદનો આનંદ માણતા સિંહ પરિવારનો Video વાઇરલ!
મકાનમાં જુગાર રમી રહેલા 9 ની ધરપકડ કરાઈ
વિગત અનુસાર, એલસીબી (LCB) શાખાનાં પીઆઇ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI. ગોહીલ, ASI ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, બાલકૃષ્ણત્રિવેદી, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજ બાયલ, મહીપાલસિહ ચુડાસમા, દિલીપસિંહ જાડેજા સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીનાં આધારે ઘોઘાવદરનાં ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણીની સીમમાં આવેલી વાડીનાં એક મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા વાડી માલિક ખોડાભાઇ સુરાણી, રવિભાઈ બાવળીયા, રેગનભાઇ રેવર, ઘનશ્યામભાઇ ગમારા, દિવ્યેશભાઈ વિરડીયા, હનિફભાઇ સમા, હરેશભાઈ સાવલીયા, યોગેશભાઈ ઠુંમર, જીગ્નેશભાઈ ઘેલાણીને જડપી લઇ આગળની કાર્યવાહી આદરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Bhavnagar : માઢીયા ગામમાં સરકારી માધ્યમિક શાળામાં 5 વર્ષથી વીજળી જ નથી ?