Gondal : ભાગેદારીમાં પેઢી ચલાવતા વેપારીનો પુત્ર 21 લાખની મતા લઈ ફરાર
- Gondal માર્કેટ યાર્ડમાં ભાગીદારી પેઢીમાં ચોરીનો મામલો
- પેઢી ચલાવતા વેપારીના પુત્રે રોકડ-દાગીનાં મળી કુલ 21 લાખની મતા ચોરી હતી
- ચોરી કરી પ્રેમિકાને મળવા કોલકાત્તા ગયો હતો, પોલીસે ગણતરીનાં દિવસોમાં ઝડપ્યો
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલનાં માર્કેટ યાર્ડમાં ભાગીદારીમાં વેપારી પેઢી ચલાવતા વેપારીનો પુત્ર રોકડ તથા સોનાનાં દાગીના મળી રૂ. 21 લાખનો મુદ્દામાલ સાથે ભાગી જવાની ઘટનામાં ફરિયાદ બાદ રુરલ ક્રાઇમ બ્રાન્ચે (Rural Crime Branch) તપાસના ચક્રોગતિમાન કરી ગણતરીનાં દિવસોમાં જ પોતાની પ્રેમિકા પાસે પહોંચેલા યુવાનને કોલકાતાથી જડપી પાડ્યો હતો અને B ડિવિઝન પોલીસને (B Division Police) હવાલે કર્યો હતો. પોલીસે યુવાનની પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : નરાધમ પિતાએ 1 મહિના સુધી દીકરીને પીંખી, હવે થયા આવા હાલ
1 લાખની રોકડ અને 20 લાખની કિંમતનાં દાગીના ચોર્યા હતા
પ્રાપ્ત વિગત મુજબ, માર્કેટ યાર્ડમાં (Gondal Market Yard) પૂજા એન્ટરપ્રાઇઝ નામે ડુંગળીનો હોલસેલ વેપાર કરતા અને રાજકોટ યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્કમાં રહેતા પરેશભાઈ જમનાદાસ લાડાણીનો ભત્રીજો તારક અશોકભાઈ લાડાણી ગત 23 નાં પેઢીની તિજોરીમાં પડેલા રુ. 1 લાખ ઉપરાંત પરેશભાઈના નાગરિક બેંક માર્કેટ યાર્ડ શાખાનાં લોકરમાંથી ડુપ્લિકેટ સહી કરી રુ. 20 લાખની કિંમતનાં સોનાનાં દાગીના લઇ ભાગી ગયો હતો. આ બનાવ અંગે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં LCB PI ઓડેદરા, PSI ગોહેલ, ASI જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, મહિપાલસિહ ચુડાસમા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી અને ગણતરીનાં દિવસોમાં જ તારકને કોલકાતાથી (Kolkata) રુ. 42,35,824 નાં મુદ્દામાલ સાથે જડપી લીધો હતો.
આ પણ વાંચો - Narendra Modi Stadium : પોલીસ કૃપાથી મફતમાં IPLની મેચ જુઓ, જીવના જોખમે ઘૂસણખોરી
પ્રેમિકાને મળવા કોલકાત્તા પહોંચ્યા, ગણતરીનાં દિવસોમાં પકડાયો
માર્કેટ યાર્ડની પૂજા એન્ટરપ્રાઇઝ પેઢીમાં પરેશભાઈ ઉપરાંત તેમના નાનાભાઇ અશોકભાઈ તથા માતા જયાબેન ભાગીદાર છે. અશોકભાઈનો પુત્ર તારક પેઢી સંભાળે છે. તારક પંજાબની યુવતી પિન્કી હરબંસદાસલાલના પ્રેમમાં પડ્યો હતો અને બે મહિના પહેલા પણ પ્રેમિકાને મળવા ગયો હતો. તારક પેઢીનાં પાછલા શટર દ્વારા પ્રવેશ કરી તિજોરીમાંથી રુપિયા લેતો પેઢીનાં CCTV કેમેરામાં કેદ થયો હતો. બાદમાં તેની તપાસ કરતા તેનુ બાઇક ગોંડલ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યું હતું. તારક મુંબઈ થઈ પ્રેમિકા પિન્કી પાસે કોલકાતા પહોંચ્યો હતો. બનાવ અંગે B ડિવિઝન પોલીસે તારકની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Mehsana : ઉચરપી પાસે વિમાન દુર્ઘટના, મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત, ઘટના પાછળ અનેક સવાલ