ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : ટ્રાન્સપોર્ટરની કારને આંતરી મિત્ર પર અજાણ્યા શખ્સોએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

ગઇકાલે રાતનાં આશરે સાડા અગિયાર વાગ્યે તે અને તેના મિત્ર જગદીશભાઈ કોટડિયા કાર લઇ ઉદ્યોગનગરથી ઘરે આવવા નીકળ્યા હતા.
10:48 PM Jun 25, 2025 IST | Vipul Sen
ગઇકાલે રાતનાં આશરે સાડા અગિયાર વાગ્યે તે અને તેના મિત્ર જગદીશભાઈ કોટડિયા કાર લઇ ઉદ્યોગનગરથી ઘરે આવવા નીકળ્યા હતા.
Gondal_gujarat_first
  1. Gondal માં ટ્રાન્સપોર્ટરની કારને આંતરી મિત્ર પર છરીથી હુમલો કર્યાની ઘટના
  2. ત્રણ શખ્સોએ ઝપાઝપી કરી ક્રેટા કારમાં હાજર મિત્રને દોડાવીને ઢીકાપાટુનો માર માર્યો
  3. ગોંડલ બી ડિવિઝન પોલીસે ત્રિપૂટી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં ટ્રાન્સપોર્ટરની કાર આડે બાઈક ઊભું રાખી બોલાચાલી કરી ત્રણ શખ્સોએ ટ્રાન્સપોર્ટરની સાથે હાજર મિત્રને ઢીકાપાટુંનો માર મારી છરી વડે હુમલો કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. જો કે, રાહદારીઓ વચ્ચે પડતા હુમલાખોરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસે (Gondal B Division Police) ત્રિપૂટી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાર આગળ એક્ટિવા ઊભું રાખી કહ્યું- 'તારે આ રીતે ગાડી ચલાવવાની છે...!'

બનાવ અંગે વાત કરીએ તો, ગોંડલમાં (Gondal) કોટડાસાંગાણી રોડ પર આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ટ્રાન્સપોર્ટર વીજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રેહાન ઈદ્રીશ શાહમદાર, રફીક ઊર્ફે મુન્નો હાસમ ચાણકિયા અને અનીશ શબ્બીર ચાણકિયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇકાલે રાતનાં આશરે સાડા અગિયાર વાગ્યે તે અને તેના મિત્ર જગદીશભાઈ કોટડિયા કાર લઇ ઉદ્યોગનગરથી ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન, કૃષ્ણા હોસ્પિટલ સામે પહોંચતા એક એક્ટિવાચાલક ડબલ સવારીમાં આવી પોતાનું એક્ટિવા કાર આડે રાખી દીધું હતું. બાદમાં ચાલકે કહ્યું હતું કે, તારે આ રીતે ગાડી ચલાવવાની છે, મારા છોકરાને મારી નાખવો છે કહી માથાકૂટ કરી હતી.

આ પણ વાંચો - Aam Aadmi Party : વિસાવદરની જીતનાં જશ્ન વચ્ચે AAP માટે આવ્યા માઠા સમાચાર!

માથાકૂટ કરી મારામારી કરી, એક શખ્સે છરી કાઢી હુમલાનો પ્રયાસ કર્યો!

જેથી તેને કહ્યું કે, મારી કાંઈ ભૂલ થઇ હોય તો હું માફી માંગુ છું. દરમિયાન, ગાડીમાં બેઠેલા મિત્ર જગદીશભાઇ સાથે પણ માથાકૂટ કરી ગાળો બોલી હતી, જેથી જગદીશભાઈ ગાડીમાંથી ઉતર્યા તો તો તેમની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન, અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા અને એક શખ્સે છરી કાઢી અને જગદીશભાઇ પર હુમલો કરવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા

ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ, કાર્યવાહી શરૂ

જયારે એક્ટિવાચાલક અને બીજા બે અજાણ્યા શખ્સ જગદીશભાઈને ઢીકા પાટા મારવા લાગ્યા હતા. દરમિયાન રોડ પર રાહદારીઓ એકત્રિત થઇ ગયા હતા અને આરોપી નાસી છૂટ્યા હતાં. પાછળથી જાણવા મળ્યું હતું કે, જગદીશભાઈને માર મારનાર રેહાન ઇદ્રીસ શાહમદાર, રફીક ઉર્ફે મુન્નો હાસમભાઇ ચાણકિયા તથા જેના હાથમા છરી હતી તે અનીશ શબ્બીરભાઇ ચાણકિયા હતો. આ મામલે ટ્રાન્સપોર્ટરે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં (Gondal B Division Police) ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Amreli : જાહેર મંચ પરથી દિલીપ સંઘાણીએ કહ્યું- કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, ત્યારે જ..!

Tags :
GondalGondal B Division Policegondal crime newsGUJARAT FIRST NEWSKrishna HospitalRAJKOTTop Gujarati NewTransporter
Next Article