Gondal : વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા PASA હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
- વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરાને લઈ આવ્યા મોટા સમાચાર (Gondal)
- આરોપી બન્ની ગજેરાને PASA હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
- આરોપી સામે એટ્રોસિટી, ખંડણી, બદનક્ષી સહિતના નોંધાયેલા છે ગુના
Rajkot : રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકનાં (Gondal) જાહેરજીવનના આગેવાનોનો તથા તેમના પરિવારની મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણીઓનો વિડીયો વાઇરલ કરનાર જે તે સમયે 'ઉપાડે' આવેલા ચર્ચાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરાની (Bunny Gajera) રૂરલ એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ધકેલી દીધો છે.
આ પણ વાંચો - Kheda : ચોંકાવનારી ઘટના! કન્યા શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીને આપી વિચિત્ર સજા
આરોપી બન્ની ગજેરા સામે છે ગંભીર આરોપ
આરોપી બન્ની ગજેરા સામે આરોપ છે કે તેણે ગોંડલના (Gondal) પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, તેમના પુત્ર ગણેશ ગોંડલ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતો વીડિયો વાઇરલ કર્યા હતા. ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમ્મર તથા ઉપપ્રમુખ વિશાલભાઈ ખૂંટ સામે મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધના ગંભીર આક્ષેપ સાથેનો વીડિયો પણ વાઇરલ કર્યા હતા. ઉપરાંત, જેતપુરનાં સાડીનાં કારખાનેદાર અતુલભાઈ માવાણી પાસેથી વીડિયો વાઇરલ બંધ કરવા રૂ. 11 લાખની ખંડણી માંગી હતી.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં તૂટેલા રસ્તા-ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા આદેશ
આરોપી બન્ની ગજેરાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરાયો
માહિતી અનુસાર, આરોપી બન્ની સામે ગોંડલ તાલુકા, સિટી પોલીસ સ્ટેશન, સુલતાનપુર પોલીસ સ્ટેશન તથા જેતપુર પોલીસમાં આ અંગે અલગ-અલગ ગુન્હા નોંધાયા હતા. વધુમાં ઉપલેટા પોલીસમાં એટ્રોસિટી અંગે ફરિયાદ થઈ હતી. પોલીસે ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ પ્રતિબંધક અધિનિયમ 1985 પાસા હેઠળની દરખાસ્ત જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશને મોકલતા તેમના દ્વારા દરખાસ્ત મંજૂર કરાતા બન્ની ગોરધનભાઈ ગજેરા (રહે. મોટા ગુંદાળા તા. જેતપુર) ને એલસીબી પીઆઇ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોહિલ તથા ટીમે ઝડપી લઇ વડોદરા મધ્યસ્થ જેલ (Vadodara Central Jail) હવાલે કર્યો હતો.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Junagadh : તંત્રની નબળી કામગીરી સામે BJP ના MLA એ જ મોરચો માંડ્યો!