Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પોરબંદરના ગોસાબારા RDX Landing કેસમાં 12 આરોપીઓ દોષિત જાહેર, જાણો સમગ્ર મામલો

વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલા પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કુલ 46 આરોપીઓમાંથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતના નેટવર્ક સાથે જોડાયેલા 12 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 30 વર્ષ કરત વધુ જૂના આ કેસમાં આતંકવાદ સામે કડક વલણ અપનાવી કોર્ટ ટૂંક સમયમાં સજાની જાહેરાત કરશે.
પોરબંદરના ગોસાબારા rdx landing  કેસમાં 12 આરોપીઓ દોષિત જાહેર  જાણો સમગ્ર મામલો
Advertisement
  • પોરબંદરના ગોસાબારા RDX Landing કેસમાં ઐતિહાસિક ચુકાદો
  • ચર્ચિત કેસમાં 46 આરોપીઓમાંથી 12 કરાયા દોષિત
  • 1993 મુંબઈ બ્લાસ્ટ સાથે આ કેસનો સંબંધ

ગુજરાતના દરિયાકાંઠે વર્ષો પહેલા થયેલા ચર્ચિત ગોસાબારા RDX લેન્ડિંગ કેસ (RDX Landing Case) માં આજે જામનગરની સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં કુલ 46 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહી હતી, જેમાંથી કોર્ટે 12 આરોપીઓને દોષિત (Convicted) જાહેર કર્યા છે. મહત્વની વાત એ છે કે આ કેસનો સીધો સંબંધ 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલો છે. આ ચુકાદાએ ફરી એકવાર દેશવ્યાપી આતંકવાદી નેટવર્ક (Terrorist Network) પર કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે.

દાઉદ ઈબ્રાહિમ સહિતના નેટવર્કનો પર્દાફાશ થયો હતો

આ કેસની ગંભીરતા એ બાબત પરથી સમજી શકાય છે કે તેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સહિતના મુખ્ય સૂત્રધારો સામેલ હતા. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે વિસ્ફોટકો (Explosives) અને હથિયારો ઘૂસાડવાના આ કાવતરામાં અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કડીઓ જોડાયેલી હતી. કોર્ટે પુરાવાઓને આધારે આતંકવાદ (Terrorism) સામે કડક સંદેશ આપતા 12 શખ્સોને ગુનાહિત કાવતરામાં સામેલ ગણ્યા છે. જોકે, અન્ય 34 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

Advertisement

Advertisement

દેશની સુરક્ષા અને કાયદાકીય લડતનો અંત

વર્ષો સુધી ચાલેલી આ કાયદાકીય લડતમાં આજે અંતે ન્યાય મળ્યો છે. ગોસાબારાના નિર્જન દરિયાકાંઠે ઉતરેલા RDX એ સમગ્ર દેશની સુરક્ષા (National Security) સામે મોટો પડકાર ઉભો કર્યો હતો. આ હથિયારોનો ઉપયોગ મુંબઈમાં તારાજી સર્જવા માટે કરવામાં આવ્યો હતો. જામનગર કોર્ટ હવે આ તમામ 12 દોષિતોને કેટલી સજા કરવી તે અંગે આગામી સમયમાં સુનાવણી હાથ ધરશે. આ ચુકાદાથી સુરક્ષા એજન્સીઓના વર્ષોના પરિશ્રમ પર સફળતાની મહોર વાગી છે.

દોષિત 12 આરોપીઓના નામ

આ કેસમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન કોરેજા, હારુન આદમ વાઘેર, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ લાખાણી (મેમણ), ઈફતેખાર અન્સારી, મહમદ અયુબ અન્સારી (અયુબ ટકલો), લખમણ હરદાસ આહીર, સલીમ કતા, મમુમિંયા ઉર્ફે પંજૂમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ અન્સારી અને કાદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Kheda: ઉઢેલા પ્રકરણમાં LCB PI અને 5 કોન્સ્ટેબલની મુશ્કેલી વધી, માતર કોર્ટે શું કર્યો આદેશ?

Tags :
Advertisement

.

×