ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jetpur: મગફળી થઇ ગઇ ફુરર, ચોરી થઇ કે સગેવગે કરાઇ!

ટેકાના ભાવે ખરીદેલી મગફળી (Groundnuts Stolen)ની રોહાઉસમાંથી ચોરી થઇ ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસમાંથી ચોરી થઇ છે નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રોહાઉસમાં હતી Rajkot: જેતપુરમાં રોહાઉસમાંથી મગફળી ફૂરર! ટેકાના ભાવે ખરીદેલી મગફળી (Groundnuts Stolen) ની રોહાઉસમાંથી ચોરી થઇ...
01:57 PM Aug 06, 2025 IST | SANJAY
ટેકાના ભાવે ખરીદેલી મગફળી (Groundnuts Stolen)ની રોહાઉસમાંથી ચોરી થઇ ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસમાંથી ચોરી થઇ છે નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રોહાઉસમાં હતી Rajkot: જેતપુરમાં રોહાઉસમાંથી મગફળી ફૂરર! ટેકાના ભાવે ખરીદેલી મગફળી (Groundnuts Stolen) ની રોહાઉસમાંથી ચોરી થઇ...
Groundnuts, Stolen, Jetpur, Rajkot, Gujarat Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Rajkot: જેતપુરમાં રોહાઉસમાંથી મગફળી ફૂરર! ટેકાના ભાવે ખરીદેલી મગફળી (Groundnuts Stolen) ની રોહાઉસમાંથી ચોરી થઇ છે. તેમાં ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસમાંથી ચોરી થઇ છે. નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જુદા જુદા રોહાઉસમાં હતી. જેતલસર પાસેના ભાડાના રોહાઉસમાંથી વિવિધ સમયે ચોરી થઇ છે. જેમાં અંદાજીત 1 હજાર 212 જેટલી મગફળીની બોરીની ઉઠાંતરી થઇ છે. ચોરી થયેલી મગફળીની કિંમત રૂ.31 લાખ 64 હજાર 956 છે. મગફળી ચોરી થયેલા રોહાઉસ બહાર CCTV કેમેરા હતા નહી.

ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત CCTV લગાવ્યા

ઉલ્લેખનીય છે કે ચોરી થયા બાદ અધિકારીઓએ રાતોરાત CCTV લગાવ્યા છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં રાજકોટના જેતપુરમાં નાફેડના મગફળી (Groundnuts Stolen) ના ગોડાઉનમાં ચોરી મામલે તાલુકા પીઆઇ સહિત કાફલો વેર હાઉસ ખાતે પહોંચ્યો છે. તથા ડોગ સ્કોડની ટીમ પણ ગોડાઉન ખાતે પહોંચી તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે ચાર શખ્સો દ્વારા મગફળી ચોરી કરી હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે.

( Groundnuts Stolen ) તપાસ તેજ કરી ટૂંક સમયમાં સમગ્ર વિગત બહાર આવવાની શક્યતા

ગોડાઉન મેનેજર દ્વારા કોઈ કર્મચારીની પણ સડોવણી હોવાની શક્યતા બતાવી છે. ગોડાઉન માલિકને CCTV બાબતે નોટિસ પણ આપવામાં આવેલ હોવાનું મેનેજરનું કથન સામે આવ્યું છે. ગોડાઉન મેનેજર બદલી થતા વેરિફિકેશન બાદ ચોરી થયાનું સામે આવ્યુ હોવાનું મેનેજરનું કથન છે. જેમાં જેતપુર તાલુકા પોલીસ દ્વારા તપાસ તેજ કરી ટૂંક સમયમાં સમગ્ર વિગત બહાર આવવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મગફળીને લઈને ઘટનાઓ વધી છે. કયારેક મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે તો કયારેક ગોડાઉનમાંથી મોટાપાયે મગફળીની ચોરી થઈ જાય છે.

આ પણ વાંચો: Rajkot News: પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી, ગરીબોનું અનાજ લેતા અમીરો ભરાયા !

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગની ઘટના બની

આ વર્ષમાં માર્ચ મહિનામાં 6 તારીખના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાને લઈને એક રાજકીય નેતાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે આ આગ સામાન્ય સંજોગોમાં લાગી નથી. જયારે અન્ય એક કિસ્સામાં તળાજાના મહુવામાં આવેલ એક ગોડાઉનમાંથી તસ્કરોએ મગફળીના 236 કટ્ટાની ચોરી કરી હતી. જેતપુર ઘટના બાદ રાજ્યભરમાં અન્ય મગફળી ગોડાઉનમાં સુરક્ષા વધારાઈ છે.

આ પણ વાંચો: હવે America આવતા દરેક પ્રવાસી પાસેથી Donald Trump રૂ.13 લાખ વસૂલશે, નવા નિયમોથી વધશે મુશ્કેલીઓ

 

Tags :
GroundnutsGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsJetpurRAJKOTstolenTop Gujarati News
Next Article