Bhiloda Bolundra Murder Case : પ્રેમ સંબંધ મુદ્દે ઠપકો ભારે પડયો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામે પ્રેમ સંબંધના વિવાદમાં ઠપકો આપવો એક યુવકને ભારે પડ્યો છે. અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સોએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી નાખી છે.
Advertisement
અરવલ્લીના ભિલોડામાં લોહીયાળ જંગ ખેલાયો છે. બોલુન્દ્રા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ત્રણ બહેનોના એકના એક સગા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓના પ્રેમ સંબંધ મુદ્દે મૃતક યુવકે અગાઉ ઠપકો આપ્યો હતો, જે બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ અદાવત પૂરી કરવા માટે પ્લાન બનાવ્યો હતો. જેવો યુવક એકલો મળ્યો, કે તરત જ આરોપીઓએ તેના પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ આરોપી ધીરજ, મેહુલ અને અન્ય એક શખ્સને દબોચી લીધા છે.
Advertisement


