Gujarat: અમદાવાદ ATSએ ઝડપેલા 3 આતંકીઓ મામલે મોટા ખુલાસા થયા
- Gujarat: આતંકી ડૉ. અહેમદના CCTV ફૂટેજ સામે આવ્યા
- આતંકી ડૉ. સૈયદના પ્રોફાઇલમાં આતંકી સંગઠનોનો ફ્લેગ મળ્યો
- ઉત્તર પ્રદેશના સોહેલના ઘરે તપાસમાં કાળા કલરનો ઝંડો મળ્યો
Gujarat: અમદાવાદ ATSએ ઝડપેલા 3 આતંકીઓ મામલે મોટા ખુલાસા થયા છે. જેમાં આતંકી ડૉ. અહેમદના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં આતંકી ડૉ. સૈયદના પ્રોફાઇલમાં આતંકી સંગઠનોનો ફ્લેગ મળ્યો છે. ઉત્તર પ્રદેશના સોહેલના ઘરે તપાસમાં કાળા કલરનો ઝંડો મળ્યો છે. તેમજ અમદાવાદમાં રોકાયેલ હોટેલના CCTV પણ સામે આવ્યા છે. તથા CCTVમાં આતંકી સૈયદ બહાર નીકળતો જોવા મળ્યો છે.
આકાઓ તરફથી મળતા આદેશો અંગેનું સાહિત્ય પણ મળ્યું
ઉલ્લેખનીય છે કે આકાઓ તરફથી મળતા આદેશો અંગેનું સાહિત્ય પણ મળ્યું છે. સોશિયલ મીડિયામાં આતંકી મનસુબા પાર પાડવા આદેશ મળતા હતા. ઓળખ છતી ન થાય એ પ્રકારે કામ કરવા સૂચનાઓ મળતી હતી. ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકી મામલે તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સુહેલના ઘરે તપાસ દરમિયાન ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા છે. આતંકી આઝાદ સંબંધિત તપાસમાં હકીકતો વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.
Gujarat: સુહેલે આઝાદને એક પાર્સલ મોકલ્યું હતું
સૂત્રો મુજબ, સુહેલે આઝાદને એક પાર્સલ મોકલ્યું હતું, જેને લઇને એટીએસ દ્વારા તપાસ હાથ ધરી. તપાસમાં આઝાદે ખુલાસો કર્યો કે તે હરિદ્વારના મંદિરોમાં રેકી કરી રહ્યો હતો અને ઘણા સમયથી કોઈ મોટી આતંકી ઘટના કરવા માંગતો હતો. આઝાદ કટ્ટરવાદી સ્વભાવ ધરાવતા હોવાથી તેની પત્નીએ તેના સાથેનો સંપર્ક તોડ્યો હતો. અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી, મુહંમદ અલ્લાહના સંદેશવાહક છે તેવું લખાણ પણ મળી આવ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા.
આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા
ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: BSF Foundation Day celebrated: દેશના જનપ્રતિનિધિઓ ભારતના નાગરિક ચૂંટશે, ઘૂષણખોર નહીં: Amit Shah


