Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી

GUJARAT : રાજ્યમાં ઠેર ઠેર બુલડોઝરવાળીના પગલે ગુનેગારોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે, જ્યારે લોકો સરકારના કાર્યની સરાહના કરી રહ્યા છે.
રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી
Advertisement

GUJARAT : રાજ્યમાં ગુનાખોરી માથું ઉંચકતા જ સરકારનું ગૃહવિભાગ એક્શનમાં (HOME MINISTRY IN ACTION AGAINST NOTORIOUS ELEMENTS IN GUJARAT) આવ્યું હતું. અને 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા (100 HOUR ULTIMATUM TO PREPARE LIST OF NOTORIOUS ELEMENTS IN GUJARAT) હતા. આ મામલે 100 કલાક વિતી ગયા બાદ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. (BULLDOZER RUN OVER ILLEGAL PROPERTY OF NOTORIOUS ELEMENTS ACROSS GUJARAT) રાજ્યભરમાં આ સિલસિલો ચાલી રહ્યો છે. આકરી કાર્યવાહી જોતા ફરી કોઇ પણ વ્યક્તિ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કરતા પહેલા એક હજાર વખત વિચારશે, તેમ લાગી રહ્યું છે. બુલડોઝરવાળીના પગલે ગુનેગારો અને તેમના પરિવારોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ નાગરિકો દ્વારા આ કાર્યની ભરપેટ સરાહના કરવામાં આવી છે.

15 મોટા બુટલેગરોની યાદી જારી કરવામાં આવી છે

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓને 100 અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાંથી બુટલેગર - 3,264, શરીર સંબંધિત ગુનો આચરનાર - 2,149, મિલકત સંબંધિત ગુનો આચરનાર - 958, અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર - 545, જુગારી - 516, અને માઇનીંગ સંબંધિક ગુનો કરનાર - 179 મળીને કુલ 7,612 નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ 15 મોટા બુટલેગરોની યાદી જારી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં જેમાં ગતરોજ દરિયાપુર મનપસંદ જિમખાના કલબના બિલ્ડીંગ અંગેની માહિતી નિર્લિપ્ત રાયે મેળવી હતી.

Advertisement

અમદાવાદની માથાભારે ગેંગની યાદી

અમદાવાદમાં ખાસ કરીને લાકડા ગેંગ, કપ્તાન ગેંગ, સચિન રાજપૂત ગેંગ, કલ્લુિ ગેંગ, મારવાડી ગેંગ, સત્યા ગેંગ, વાડિયારી ગેંગ, કાચિંડા ગેંગ, ગુલાબનગર ગેંગ, ચૌરસિયા ગેંગ - નાગરવેલ, અર્જુન ગેંગ, આશિષ રબારી ગેંગ, અજિત ગેંગ, તાતિયાં ગેંગ, મદ્રાસી ગેંગ, દાદુ ગેંગ, મણિનગર ગેંગ, કલ્લા ગેંગ, મેંબલા ગેંગ, સીલુ ગેંગ, અનામી ગેંગ, બાસી ગેંગ, ફ્રેક્ચર ગેંગ, ઘેંટીયા ગેંગ તંત્રની રડારમાં છે.

Advertisement

ગુનેગારોની કમર તોડવાના પ્લાનની અમલવારી

અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 18 આરોપીઓને ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા છે. 315 આરોપીઓને રાઉન્ડ અપ કરીને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. 9 આરોપીના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. 431 બુટલેગરોના ઘરે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. તથા આ ડ્રાઇવ દરમિયાન 13 હજાર જેટલા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરતની માથાભારે ગેંગની યાદી

બીજી બાજુ સુરત પોલીસ દ્વારા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સુરતમાં આસિફ ટામેટા ગેંગ, લાલુ જાલીમ ગેંગ, અસરફ નાગોરી ગેંગ, સજ્જુ કોઠારી ગેંગ, વિપુલ ગાજીપરા ગેંગ, રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ, બેંટી ગેંગ, મીંડી ગેંગ, સુરજ કાલિયા ગેંગ અને તેમના મળતિયા તંત્રની રડારમાં છે.

વડોદરામાં બુટલેગરો પર તવાઇ જારી

વડોદરામાં પણ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વોના નામની યાદી તૈયાર કરીને એક પછી એક આકરી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા પોલીસ અને પાલિકા સંયુક્ત રીતે બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો દુર કરી રહ્યા છે. વિતેલા બે દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે. બુટલેગરના ગેરકાયદેસર દબાણો દુર કરવાની સાથે તેમના નિવાસ સ્થાનોની સીલ મારવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ખાસ સિક્લીગર ગેંગ, કાસમઆલા ગેંગ અને બિચ્છુ ગેંગના મળતિયાઓ ખાસ તંત્રની રડારમાં છે.

ડ્રગ પેડલરના ઘરના સફાયાથી તંત્રની શરૂઆત

રાજકોટ શહેર પોલીસ દ્વારા DGPના આદેશથી વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરતા 756 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા પ્રથમ ડિમોલિશનની શરૂઆત અતિ સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં રહેતી ડ્રગ્સ પેડલર રમા જુણેજાના ઘર પરથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો --- Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×