Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Cyber ​​Crime ની મોટી કાર્યવાહી, આરોપીની ધરપકડથી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની સિન્ડિકેટનો પર્દાફાશ

Cyber ​​Crime: ગુજરાત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર સ્લેવરી અને ફ્રોડના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપી મ્યાનમારના કે.કે. પાર્કમાંથી વિશાળ નેટવર્ક ચલાવતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ભારત સહિત 11 દેશોમાંથી 500 થી વધુ લોકોને મ્યાનમાર, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશોમાં લઈ જઈ સાયબર ફ્રોડના કોલ સેન્ટર્સમાં ગુલામોની જેમ કામ કરાવતા હતા.
gujarat cyber ​​crime ની મોટી કાર્યવાહી  આરોપીની ધરપકડથી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની સિન્ડિકેટનો પર્દાફાશ
Advertisement
  • Cyber ​​Crime: સાયબર સ્લેવરી અને સાયબર ક્રાઇમના મુખ્ય સૂત્રધારની ધરપકડ
  • ભારત સહિત 11 દેશના 500 કરતાં વધુ લોકોને અલગ દેશોમાં લઈ ગયા હતા
  • મ્યાનમાર, થાઇલેન્ડ, વિયેતનામ, કંબોડિયા જેવા દેશોમાં લઈ ગયા હતા

Cyber ​​Crime: ગુજરાત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર સ્લેવરી અને ફ્રોડના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપી મ્યાનમારના કે.કે. પાર્કમાંથી વિશાળ નેટવર્ક ચલાવતા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ભારત સહિત 11 દેશોમાંથી 500 થી વધુ લોકોને મ્યાનમાર, થાઇલેન્ડ, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશોમાં લઈ જઈ સાયબર ફ્રોડના કોલ સેન્ટર્સમાં ગુલામોની જેમ કામ કરાવતા હતા.

લોકોને જોબના લાલચ આપી ફસાવવામાં આવતા

આ લોકોને જોબના લાલચ આપી ફસાવવામાં આવતા હતા. આરોપીના નેટવર્કમાં 126 સબ-એજન્ટ કાર્યરત હતા, જે ચાઇનીઝ કંપનીઓના એચઆર સાથે સીધો સંપર્ક રાખી મેનપાવર સપ્લાય કરતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં હતા, જે આ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટને દિશા આપતા હતા. આ ધરપકડથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી આ સાયબર ગુલામીની ચેઇન તૂટી છે.

Advertisement

1_ka_100_Gujarat_Police_Dirty_business_of_freezing_and_unfreezing_bank_accounts_Cyber_Fraud_in_Gujarat_Cyber_Cell__CID_Crime

Advertisement

Cyber ​​Crime: ગુજરાત પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે

ગુજરાત પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા એજન્ટ્સની ધરપકડ માટે વિદેશી એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. વિદેશમાં જોબના નામે થતી આવી છેતરપિંડી સામે સજાગ રહેવા જનતાને અપીલ કરવામાં આવી છે. સાયબર સેલની તપાસમાં એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો થયો છે, જે આ કિંગપિન દ્વારા ચલાવવામાં આવતું હતું. આ રેકેટને 126 થી વધુ સબ-એજન્ટોનું સમર્થન હતું, જેઓ અલગ-અલગ દેશોમાંથી લોકોને ફસાવીને લાવતા હતા.

કિંગપિન પોતે 30 થી વધુ પાકિસ્તાની હેન્ડલરોના સતત સંપર્કમાં હતો

કિંગપિન પોતે 30 થી વધુ પાકિસ્તાની હેન્ડલરોના સતત સંપર્કમાં હતો. તે સાયબર-ફ્રોડ કેમ્પોમાં મેનપાવર સપ્લાય કરતી 100 થી વધુ ચીની અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે પણ સીધો સંપર્ક ધરાવતો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે અને આ નેટવર્કમાં સામેલ અન્ય સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ChatGPT માં પણ WhatsApp જેવું ફીચર, ગ્રુપ ચેટ કરી શકાશે

Tags :
Advertisement

.

×