Vadodara: ખોડીયાર નગરમાં વિદ્યાર્થીનીની છેડતી, પરિવારજનોએ રોમિયોને જાહેરમાં પાઠ ભણાવ્યો
વડોદરાના ખોડીયાર નગરમાં એક વિદ્યાર્થીનીની સતત છેડતી થતી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. એક યુવક લાંબા સમયથી યુવતીનો પીછો કરીને તેને પરેશાન કરી રહ્યો હતો. અંતે પરિવારજનોએ યુવકને પકડી પાડતા મામલો ગરમાયો હતો અને લોકોના ટોળા વચ્ચે તેને બાપોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
Advertisement
Vadodara Molestation: વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં સુરક્ષા અને સભ્યતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીનીની સતત છેડતી (Molestation) કરવાના મામલામાં પરિવારજનોએ કાયદો પોતાના હાથમાં લઈને આરોપી યુવકને સબક શીખવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી એક અજાણ્યો યુવક આ વિદ્યાર્થીનીનો પીછો (Stalking) કરતો હતો અને તેને વારંવાર હેરાન કરી રહ્યો હતો.

