Gujarat: મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ
- Gujarat: ATSએ હથિયાર સાથે ધરપકડ કરી
- હથિયાર બદલવા માટે આવ્યા હતા આતંકીઓ
- છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા
Gujarat: ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ હથિયાર સાથે ધરપકડ કરી છે. હથિયાર બદલવા માટે આતંકીઓ આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા. જેમાં ઝડપાયેલા તમામ આતંકી હૈદરાબાદના રહેવાસી છે. પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અગાઉ અલકાયદાના આતંકી ઝડપાયા હતા.
દેશના વિવિધ ભાગોમાં હુમલાની યોજના હતી
ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ ભાગોમાં હુમલાની યોજના હતી. હથિયાર સપ્લાય કરતી વખતે ATSએ દબોચ્યા છે. ગુજરાતમાં કયાં અને કેવી રીતે પ્રવેશ કર્યો તેને લઈ ગુજરાત ATSએ પૂછપરછ કરી રહી છે સાથે સાથે ઝડપાયેલ આતંકીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે હાલ ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ
અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ
ગુજરાત ATSએ હથિયાર સાથે ધરપકડ કરી
હથિયાર બદલવા માટે આવ્યા હતા આતંકીઓ
છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા
ઝડપાયેલા તમામ આતંકી હૈદરાબાદના રહેવાસી
પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ
અગાઉ અલકાયદાના આતંકી… pic.twitter.com/OF4BO5HA7Y— Gujarat First (@GujaratFirst) November 9, 2025
Gujarat: યુવાનોને આતંકવાદમાં ફસાવવાના એક મોડ્યુલનો પર્દાફાશ થયો
અગાઉ, દેશમાં હુમલાઓનું કાવતરું ઘડનારા અને યુવાનોને આતંકવાદમાં ફસાવવાના એક મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. ઝારખંડની રાજધાની રાંચીમાં પણ કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો પ્રમાણે, ગુજરાત ATS એ આતંકવાદ સામે મોટી સફળતા મેળવી છે. ATS ના કર્મચારીઓએ ISIS ના ત્રણ આતંકવાદીઓને સફળતાપૂર્વક પકડી પાડ્યા છે. એવું કહેવાય છે કે આ શંકાસ્પદ આતંકવાદીઓ શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત ગયા હતા અને દેશભરમાં આતંકવાદી હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ISIS ના આતંકવાદીઓ દેશમાં તેમની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે
આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરતા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ચિંતાનો વિષય છે કે ISIS ના આતંકવાદીઓ દેશમાં તેમની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર માહિતીના આધારે, શંકાસ્પદો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Vadodara: દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત


