Gujarat: લંપટ પ્રોફેસરની 'ગંદી બાત'નો પર્દાફાશ થતા વિદ્યાર્થી સંગઠન મેદાને
- Gujarat: મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં છેડતીનો મામલો
- છેડતીબાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે કરી ધરપકડ
- ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો થયો હતો દાખલ
Gujarat: મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં છેડતીના મામલે છેડતીબાજ પ્રોફેસર મનીષ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે પ્રોફેસર સામે છેડતીનો ગુનો દાખલ થયો હતો.
કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી
કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હતી. તથા વિદ્યાર્થીની સાથે વાતચીતની વોટ્સએપ ચેટ સામે આવી હતી. જેમાં બિભત્સ માગણી સ્વીકારીશે તો પાસ કરી દેવાની લાલચ આપી હતી.
Aravalli | કોલેજના લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી | Gujarat First
Modasa ની સરકારી એન્જિનિયરિંગ કોલેજનો ચોંકાવનારો કિસ્સો
કોલેજના લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માગણી
પાસ કરાવી દેવાની લાલચ આપી વિદ્યાર્થિની પાસે કરી અભદ્ર માગ
વિદ્યાર્થિની અને લંપટ… pic.twitter.com/v9r454ddhG— Gujarat First (@GujaratFirst) November 27, 2025
કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી
ઉલ્લેખનીય છે કે મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં પ્રોફેસરને ઝડપી લીધો છે. કોલેજના લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હતી. જેમાં પાસ કરાવી દેવાની લાલચ આપી વિદ્યાર્થિની પાસે અભદ્ર માગ કરતા વિદ્યાર્થિની અને લંપટ પ્રોફેસર વચ્ચેની વોટ્સઅપ ચેટ સામે આવી છે. તેમાં લંપટ પ્રોફેસરની 'ગંદી બાત'નો પર્દાફાશ થતા વિદ્યાર્થી સંગઠન મેદાને છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. તથા લંપટ પ્રોફેસર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જેમાં કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.
Gujarat: વિદ્યાર્થિનીઓના ભવિષ્ય અને માનસિક સુરક્ષા સામે ઘણા સવાલ
વિદ્યાર્થિનીની સાથે થયેલી વોટ્સએપ ચેટ પ્રકાશમાં આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠન ABVPનાં સભ્યો મોટી સંખ્યામાં કોલેજ કેમ્પસમાં એકત્ર થયા અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આવી ઘટનાઓ કોલેજની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણ બંનેને ગંભીર રીતે અસર કરે છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યારે હજારો વિદ્યાર્થિનીઓ અહીં અભ્યાસ કરે છે, ત્યારે આવી હરકતો તેમના ભવિષ્ય અને માનસિક સુરક્ષા સામે ઘણા સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો: WhatsApp દ્વારા પાકિસ્તાનનો ખતરનાક ખેલ, ભારતીય અધિકારીઓને નિશાન બનાવ્યા


