Gujarat : સનાતન સંઘના ચેરમેનને મળી ISIS દ્વારા મોતની ધમકી
- વલસાડ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આવ્યો વોટ્સએપ કોલ
- ISISના નામે ઉપદેશ રાણાને ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ
- ઉપદેશ રાણાએ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
વલસાડમાં સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ધમકી મળી છે. જેમાં ISISના નામે ઉપદેશ રાણાને ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણા વલસાડ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં હું ISISમાંથી બોલું છું, તારી કારને બોમ્બથી ઉડાવીશ. તારી સાથે પોલીસની કાર છે તેને પણ બોમ્બથી ઉડાવીશ તેવું ધમકી આપનારે કહ્યું છે. ઉપદેશ રાણા મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે ધમકી મળી છે. ઉપદેશ રાણાએ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હાલ સમગ્ર મામલે રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
ઉપદેશ રાણા પોતાના કામથી મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન હાઇવે પર આવેલ એક હોટલ પર નાસ્તો કરવા ઉભા હતા. તે દરમિયાન તેમને વોટ્સએપ કોલ મારફતે મારવાની ધમકી મળી છે. જેમાં ઉપદેશ રાણા મેં ISIS સે બાત કર રહા હું તેરી ગાડી ઔર તેરે સાથ જો પોલીસ કી ગાડી હૈ દોનો કો બોમ્બ સે ઉડાને વાલા હું. ત્યારબાદ બીજો વોટ્સએપ કોલ આવતા સામેથી કહેવામાં આવ્યું કે તું ડર કયું રહા હૈ ઉપદેશ રાણા તું ડર મત. સમગ્ર મામલે જોતા ઉપદેશ રાણાએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આવી અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
ગુજરાતમાં 11થી વધુ અને દેશભરમાં 30થી વધુ પોલીસ મથકોમાં ધમકી આપનારા સામે ફરિયાદ
ઉપદેશ રાણાના ભાઈ સહિત સનાતન ધર્મના પ્રચાર સાથે જોડાયેલા બે મિત્રોની હત્યા થઈ ચૂકી છે. ઉપદેશ રાણાએ ગુજરાતમાં 11થી વધુ અને દેશભરમાં 30થી વધુ પોલીસ મથકોમાં ધમકી આપનારા સામે ફરિયાદ નોંધાવી છે. આજે તેમણે વલસાડ રૂરલ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવી છે. હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં સુરત પોલીસ દ્વારા ગત 4 મે 2024ના રોજ એક મૌલવીની ધરપકડ કરવામાં આવી હતી. આ મૌલવી દ્વારા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને હત્યા માટે 1 કરોડની સોપારી પણ આપી હતી, જેની ચેટ પણ સામે આવી હતી. ત્યાર બાદ આ મૌલવીની પાકિસ્તાન સહિતનાં અનેક કનેક્શન પણ સામે આવ્યા હતા. ત્યાર બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એક્ટિવ થઈ, આ કેસની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Rajkot : હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે દીપડો દેખાયો, મુસાફરોમાં ભયનો માહોલ