ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : દાહોદમાં અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધૂણ્યું, ભૂવાએ બાળકને આપ્યા ડામ

શ્વાસની તકલીફમાં લોખંડના સળિયાથી ડામ આપ્યા
06:22 PM Feb 06, 2025 IST | SANJAY
શ્વાસની તકલીફમાં લોખંડના સળિયાથી ડામ આપ્યા
Superstition @ Gujarat first

Superstition : દાહોદમાં અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધૂણ્યું છે. જેમાં ચાર મહિનાના માસૂમને ભૂવાએ ડામ આપ્યા છે. તેમાં શ્વાસની તકલીફમાં લોખંડના સળિયાથી ડામ આપ્યા છે. ત્યારે પરિવાર માસૂમ બાળકીને ભૂવા પાસે લઈ ગયો હતો. જેમાં ગરમ સળિયાથી બાળકીને ત્રણ જગ્યાએ ડામ દીધા છે. તેથી બાળકી હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

લોકોના મનમાં ઉઠતા સવાલો:

- ક્યાં સુધી અંધશ્રદ્ધામાં જીવશે ગુજરાત?
- ફરી એકવાર માસૂમને મળ્યા ડામ?
- 4 મહિનાની બાળકીને ડામ કેમ?
- તબિયત બગડે તો શું આવી હોય સારવાર?
- ભૂવાને ભાન ન પડ્યું કે આ કુમળું બાળક છે?
- પ્રશાસન આ ધૂતારાઓની દુકાન ક્યારે બંધ કરશે?
- ભૂવાઓની જાળમાં ક્યાં સુધી ભોળવાશે લોકો?
- અંધશ્રદ્ધાનો કાયદો છતા ભૂવાઓને કેમ નથી ડર?

ગુજરાતમાં બનેલી કેટલીક હૃદય કંપાવી દેતી અંધશ્રદ્ધાની ઘટનાઓ

ભારતમાં જ નહીં, દુનિયાના તમામ દેશોમાં કોઈને કોઈ સ્વરૂપે અંધશ્રદ્ધા જોવા મળે છે. આનાથી કોઈ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. આઝાદી બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હૃદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે. જેમ કે..,

(1) બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાખવામાં આવી.

(2) ગીર સોમનાથ જિલ્લામાં પોતાની 14 વર્ષની દીકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઊભી રાખી, બાદમાં દાઝેલી દીકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભૂખી બાંધીને રાખી મોત નિપજાવવામાં આવ્યું.

(3) અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી 70 વર્ષના દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી.

(4) સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. આ ઉપરાંત ખેતરમાં સોનાના ચરુ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવી હોવાની ઘટનાઓ પણ ધ્યાને આવી છે.

આ પણ વાંચો: Surat: નઘરોળ તંત્રના પાપે માસૂમનો ભોગ લેવાયો, ગટરમાં ગરકાવ બાળકનો મળ્યો મૃતદેહ

Tags :
Bhuwaji Gujarat NewsDahodGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsSuperstitionTop Gujarati News
Next Article