Gujarat: ગીર સોમનાથમાં કોડીનારના દેવળી ગામે શિક્ષકે આપઘાત કર્યો
- Gujarat: અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે
- શિક્ષકે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી
- SIRની કામગીરીથી ત્રસ્ત હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે
Gujarat: ગીર સોમનાથમાં કોડીનારના દેવળી ગામે શિક્ષકે આપઘાત કર્યો છે. જેમાં અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. શિક્ષકે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. SIRની કામગીરીથી ત્રસ્ત હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું BLOની કામગીરીને લઈ ડિપ્રેશનમાં હતા. તથા પીડિત પરિવારને એક કરોડ આપવાની માગ કરી છે.
અગાઉ SIR પ્રક્રિયા વચ્ચે દેશમાં 3 BLOના આપઘાત સામે આવ્યા હતા
SIR પ્રક્રિયા વચ્ચે દેશમાં 3 BLOના આપઘાત! જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળમાં BLOના આપઘાતનો મામલો સામે આવ્યો છે. કામગીરીના ભારણથી કંટાળી પગલું ભર્યાનો દાવો છે. કેરળના કન્નૂરમાં BLOએ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો છે. જેમાં BLOના આપઘાત મુદ્દે સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે. તેમજ રાજસ્થાનના જયપુરમાં BLOએ ટ્રેન નીચે ઝંપલાવ્યું છે. તથા સ્યુસાઈડ નોટમાં SIR કામગીરી મુદ્દે ધમકીનો આરોપ છે.
Gir Somnath : SIRની કામગીરીથી કંટાળી
વધુ એક શિક્ષકે જીવન ટૂંકાવ્યું! | Gujarat Firstગીર સોમનાથમાં કોડીનારના દેવળી ગામે શિક્ષકે કર્યો આપઘાત
અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
શિક્ષકે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી
SIRની કામગીરીથી ત્રસ્ત… pic.twitter.com/2nz91HApmp— Gujarat First (@GujaratFirst) November 21, 2025
અધિકારીએ સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો દાવો
ઉલ્લેખનીય છે કે અધિકારીએ સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો દાવો છે. તથા મધ્યપ્રદેશના દતિયામાં BLOએ સ્કૂલમાં ફાંસો ખાધો છે. ત્યારે તેમના પરિવારે જણાવ્યું છે કે SIR પ્રક્રિયાથી માનસિક તણાવ હતો. દેશમાં મતદાર યાદી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન વચ્ચે 3 BLOના આપઘાતથી ચકચાર મચી છે.
એક સપ્તાહમાં BLO તરીકે કામગીરી કરતા 3 શિક્ષકોના આપઘાત
એક સપ્તાહમાં BLO તરીકે કામગીરી કરતા 3 શિક્ષકોના આપઘાત મુદ્દે હવે વિવિધ સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે. કેરળના કન્નૂરમાં અનીશ જ્યોર્જ નામના BLOએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પરિવારજનો અને કર્મચારી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે SIR કામગીરીમાં ઓછા સમયમાં વધુ કામગીરીનું ભારણ શિક્ષકોને આપઘાત કરવા પ્રેરી રહ્યું છે.
કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
BLOના આપઘાત મુદ્દે કેરળમાં શિક્ષક સંગઠનો દ્વારા કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો રાજસ્થાનના જયપુરમાં SIR કામગીરી મુદ્દે ઉચ્ચ અધિકારીએ સસ્પેન્ડ કરવાની ધમકી આપતા સરકારી શાળાના શિક્ષકે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પર દબાણ કરવાનો ઉલ્લેખ છે. મુકેશ જાંગિડ નાહરી કા બાસ સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે મધ્યપ્રદેશના દતિયામાં SIR કામગીરીથી કંટાળીને ઉદયભાણ સિહારે નામના શિક્ષકે શાળામાં જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઉદયભાણ ભાંડેર વિસ્તારની સાલોન બી ગામ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. અનેક રાજ્યોમાં SIR કામગીરીથી શિક્ષકોને ભારણ વધ્યું હોવાના મુદ્દે સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 21 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


