Halol Moti Ubharvan Murder Case : પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યા
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. રોજિંદા પારિવારિક કકળાટ અને નશાની આદતથી કંટાળેલા પુત્રએ આક્રોશમાં આવી પોતાના જ પિતાની લાકડીના ફટકા મારી નિર્મમ હત્યા કરી નાખી છે.
Advertisement
હાલોલના મોટી ઉભરવાણ ગામમાં રહેતા રમણભાઈ રાઠોડ નશો કરવાની આદત ધરાવતા હતા અને અવારનવાર ઘરમાં ઝઘડો કરતા હતા. આ રોજિંદા કકળાટ વચ્ચે, ગત દિવસે રમણભાઈએ આવેશમાં આવી પોતાની માતા (પુત્ર કિરણની દાદી) ને સખત માર માર્યો હતો. પિતા દ્વારા દાદી પર કરાયેલા હુમલાથી પુત્ર કિરણ અત્યંત આક્રોશમાં આવી ગયો હતો. તે સમયે કિરણ પોતાની દાદીને લઈને ઘરેથી નીકળી ગયો હતો. જોકે, બીજા દિવસે પરત ફરેલા કિરણે પિતા પ્રત્યેનો રોષ ઠાલવતા રમણભાઈ પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે લાકડીના ફટકા વાગતા રમણભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પાવાગઢ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પિતાની હત્યા કરનાર પુત્ર કિરણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Advertisement


