ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Honeytrap માં ફસવાવતી ગેંગનો પર્દાફાશ

હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ! અમદાવાદનો યુવક બન્યો હતો હનીટ્રેપનો શિકાર! ઓનલાઈન ડેટિંગ એપ પર મિત્રતા કરી યુવકને ફસાવ્યો! ઓનલાઈન ડેટિંગ એપ પર મિત્રતા કરનારા સાવધાન! મિત્રતા કરનાર યુવતી મળવા બોલાવે તો જતા નહીં! Honeytrap: જો તમે સોશિયલ...
09:23 PM Dec 18, 2024 IST | Hiren Dave
હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ! અમદાવાદનો યુવક બન્યો હતો હનીટ્રેપનો શિકાર! ઓનલાઈન ડેટિંગ એપ પર મિત્રતા કરી યુવકને ફસાવ્યો! ઓનલાઈન ડેટિંગ એપ પર મિત્રતા કરનારા સાવધાન! મિત્રતા કરનાર યુવતી મળવા બોલાવે તો જતા નહીં! Honeytrap: જો તમે સોશિયલ...
HoneytrapScam

Honeytrap: જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારી અંગત માહિતી શેર કરો છો..તો અમારો આ અહેવાલ જોઈ લો..કારણકે, અંગત માહિતી શેર કરવી કેટલી ભારે પડી શકે છે...તેની સાબિતી આપતો બનાવ બન્યો છે અમદાવાદમાં..ચાલો જાણીએ સમગ્ર અહેવાલ..

યુવકને ઓનલાઈન મિત્રતા કરવી ભારે પડી

અમદાવાદ ગ્રામ્ય પોલીસના કહેવા મુજબ, ફરિયાદી યુવકની થોડા મહિના અગાઉ આરોપી યુવતી સાથે ઓનલાઈન મિત્રતા થઈ હતી. ઓનલાઈન ડેટિંગ એપ પર મિત્રતા કરી શારીરિક સંબંધની લાલચ આપી..ત્યારબાદ, અવાવરુ જગ્યાએ લઈ જઈ યુવકને માર માર્યો. તેની પાસેથી રૂપિયા પડાવી લીધા તેમજ જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ખરીદી કરાવી હતી..આ બાબતે, નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી..તેના આધારે પોલીસે બે યુવતી અને ત્રણ યુવક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

ઓનલાઈન ડેટિંગ એપ પર મિત્રતા કરનારા સાવધાન!

યુવકને ફસાવવા માટે આ ટોળકીએ એવી જાળ પાથરી હતી કે તે જાણીને તમે ચોંકી જશો..યુવકને ફસાવનાર યુવતીનું નામ કૌસર ઉર્ફે જીયા ઉર્ફે ખુશી પીંજારા છે..બીજી યુવતીનું નામ જાનકી ઉપરા છે..આ બન્ને યુવતીઓના ચહેરા જરા ધ્યાનથી જુઓ..ઓનલાઈન ડેટિંગ એપ પર શું આ બેમાંથી કોઈ યુવતીએ તમારી સાથે તો મિત્રતા નથી કરી ને..એકાંતમાં મળવાની વાતો કરી શારીરિક સંબંધ બાંધવાની લાલચ તો નથી આપીને..જો એવું હોય તો, હવે સાંભળો મૂળ રાજકોટની અને હાલ ધ્રોલમાં રહેતી ખુશી અને જાનકી એક નંબરની ફ્રોડ છે. જે પોતાની ગેંગ સાથે મળીને હનીટ્રેપનો શિકાર બનાવે છે

આ પણ  વાંચો -Gujarat Crime Story: મામા-ભાણીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો!

પોલીસની તપાસમાં  મુખ્ય આરોપી સામે આવ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી સાહિલ અને ખુશી અલગ-અલગ યુવકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધ્યાન રાખતા હતા. જે લોકો પૈસા ખર્ચવામાં સક્ષમ હોય તેવા યુવકોને ટાર્ગેટ કરતા હતા. આવી રીતે નવેમ્બરમાં ફરિયાદી યુવક સાથે ખુશીએ ઓનલાઈન ડેટિંગ મારફતે મિત્રતા કરી. થોડા દિવસ વાતચીત કર્યા બાદ ખુશીએ યુવકને એકાંતમાં મળવાની લાલચ આપી. 5 ડિસેમ્બરે નળ સરોવર નજીક યુવતી આવી. નળ સરોવર રોડ પર અણીયારી ગામ તરફ જવાના રોડ પર અવાવરુ જગ્યાએ ગયા. ત્યાં, પ્લાન મુજબ ત્રણ શખ્સો આવ્યા. પોલીસની ખોટી ઓળખ આપી યુવકને માર મારી ગોંધી રાખ્યો. ફરિયાદીના ક્રેડિટ કાર્ડ લઈ તેમાંથી રૂપિયા ઉપાડી લીધા.

આ પણ  વાંચો -Surat Crime Story: Diamond City Surat ની આ તો કેવી 'સૂરત'?

બે યુવતી અને ત્રણ પુરુષને પકડી લીધા હતા

ત્યારબાદ સાણંદમાં આવેલી એક જ્વેલર્સ શોપમાંથી 4.45 લાખના દાગીના પણ ખરીદી લીધા. સાણંદમાં આવેલા પેટ્રોલ પંપ પરથી ત્રણ ઓઇલના કેન અને રોકડા રૂપિયા પણ ઉપાડ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને માર મારી છોડી દીધો હતો. આ મામલે ફરિયાદી નોંધાતા નળ સરોવર પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ટેકનિકલ હ્યુમન સોર્સની મદદથી ધ્રોલ ખાતેથી બે યુવતી અને ત્રણ પુરુષને પકડી લીધા હતા..તમામ આરોપીઓએ ગુનો આચર્યાની કબૂલાત કરી છે.

Tags :
Ahmedabad NewsCrimeUncoveredFraudExposedGangBustedGujaratFirstHoneytrapScamSocial Media Platforms
Next Article