Indore Sonam Case: ઇન્દોરની સોનમ બેવફા નીકળી, 11 Mayથી - 9 June સુધીની જાણો Time Line
- પત્ની સોનમના ગુમ થવાના કેસમાં આજે એક મોટો ખુલાસો થયો
- રાજાની પત્ની સોનમને યુપીના ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી
- પોલીસના જણાવ્યા પ્રમાણે, સોનમનું એક યુવક સાથે અફેર હતું
Indore Sonam Case: ઇન્દોરના રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા અને તેમની પત્ની સોનમના ગુમ થવાના કેસમાં આજે એક મોટો ખુલાસો થયો છે. રાજાનો મૃતદેહ મળ્યા બાદ, આજે એટલે કે 9 જૂને, રાજાની પત્ની સોનમને યુપીના ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, સોનમનું એક યુવક સાથે અફેર હતું. આ કારણે, તે હનીમૂનના બહાને તેના પતિને મેઘાલય લઈ ગઈ અને તેની હત્યા કરી દીધી હતી.
Indore couple case: ઇન્દોરની સોનમ બેવફા નીકળી | Gujarat First
રાજા રઘુવંશી હત્યાકેસમાં ખુલ્યો નવો 'રાજ'
હત્યાકાંડમાં સોનમનો પ્રેમી રાજ પણ સામેલ
રાજ કુશવાહા સાથે હતું સોનમ રઘુવંશીનું અફેર
'રાજ સાથે અફેર હતું, લગ્ન રાજા સાથે થયા'
મેઘાલય, એમપી અને યુપી પોલીસ દ્વારા તપાસ
સોનમની… pic.twitter.com/UAHlzybkHp— Gujarat First (@GujaratFirst) June 9, 2025
સોનમ જીવતી મળી
9 જૂનની સવારે, સોનમ યુપીના ગાઝીપુર જિલ્લાના નંદગંજ વિસ્તારમાં એક ઢાબા પર પહોંચી હતી. તેણે ઢાબા માલિક પાસેથી ફોન માંગ્યો અને તેના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. સોનમે તેને કહ્યું કે તે ગાઝીપુરમાં છે. ભાઈએ તાત્કાલિક ઇન્દોર પોલીસને જાણ કરી અને ઇન્દોર પોલીસે ગાઝીપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. 112 નંબર પર કોલ બાદ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સોનમને મહિલા સુરક્ષા હેઠળ વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે.
સોનમ હવે તપાસ હેઠળ છે
સોનમની રિકવરી બાદ, પોલીસ તપાસમાં નવી દિશા લાગી છે. શરૂઆતની માહિતી મુજબ, સોનમને રાજ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. શંકા છે કે રાજાની હત્યા તેના કારણે કરવામાં આવી હતી. શિલોંગ પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ આરોપીઓની ઇન્દોરથી અને એક સોનમની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. બીજો આરોપી હજુ પણ ફરાર છે.
જાણો ક્યારે શું થયું
- 11 મેના રોજ, ઇન્દોરના કેટ રોડના રહેવાસી રાજા રઘુવંશી અને ગોવિંદ કોલોનીની સોનમના લગ્ન હિન્દુ રીતરિવાજ મુજબ થયા.
- 20 મેના રોજ, આ દંપતી તેમના હનીમૂન માટે મેઘાલયના શિલોંગ જવા રવાના થયા.
- 22 મેના રોજ, બંને શિલોંગના માવલાખિયાત ગામ પહોંચ્યા અને શિપ્રા હોમ સ્ટેમાં રોકાયા.
- 23 મેના રોજ સવારે, બંનેએ હોટેલમાંથી ચેક આઉટ કર્યો અને આ પછી તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો.
- 24 મેના રોજ, તેમની સ્કૂટી 25 કિમી દૂર પાર્કિંગમાં ત્યજી દેવાયેલી મળી આવી.
- 28 મેના રોજ, જંગલમાંથી બે બેગ મળી આવી હતી, જેની ઓળખ રાજા અને સોનમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
- 2 જૂનના રોજ, રાજાનો મૃતદેહ વિજાડોંગ ધોધ નજીક એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે આ હવે ગુમ થવાનો નહીં પણ હત્યાનો મામલો છે.
- 9 જૂનના રોજ સોનમ જીવતી મળી આવી હતી.
આ પણ વાંચો: Gujarat : રાજ્યની 54 હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ