Gujarat : રાજકોટમાં 'વોકહાર્ટ' હોસ્પિટલ છે કે સેવન સ્ટાર હોટેલ?
- હોસ્પિટલે પૈસા કમાવવાની લાલચમાં ફટકારી દીધું મોટું જાયન્ટ બિલ
- બાળકને 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ હોસ્પિટલે આપ્યું
- બાળક સાંજના સમયે એડમિટ થઈ હોવા છતા વિઝિટ ચાર્જ લગાડ્યો
ગુજરાતમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં હોસ્પિટલે પૈસા કમાવવાની લાલચમાં મોટું જાયન્ટ બિલ ફટકારી દીધું છે. તેમાં 9 વર્ષની બાળકને હાથમાં ટાકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર ફટકાર્યું છે. બાળકને 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ હોસ્પિટલે આપ્યું છે. તેમાં બાળક સાંજના સમયે એડમિટ થઈ હોવા છતા વિઝિટ ચાર્જ લગાડ્યો હતો. જેમાં હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10 હજાર રોડકા પણ ભરાવ્યા હતા.
બાળકના હાથ પર એકપણ ઓપરેશન કર્યું નથી માત્ર ટાકા લીધા
બાળકના હાથ પર એકપણ ઓપરેશન કર્યું નથી માત્ર ટાકા લીધા છે. બાળકના દાદા વોકહાર્ટ હોસ્પિટલ સામે કાનૂની કાર્યવાહી કરશે. તથા બાળકના દાદા જગદીશભાઈએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમાં ટાકાનું બિલ 22,800ની જગ્યાએ તોતિંગ બિલ હોસ્પિટલે આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. મેડિક્લેઇમ હોવાથી હોસ્પિટલ વધુ ચાર્જ લેતા હોવાનો આરોપ છે. હોસ્પિટલ દ્વારા મેડિક્લેઈમ હેઠળ પૈસા પડાવવા કૌભાંડ કર્યાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે. અગાઉ પર ઉપલેટાની દીકરીને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી હતી. જેમાં લોકોમાં ચર્ચા છે કે રાજકોટમાં 'વોકહાર્ટ' હોસ્પિટલ છે કે સેવન સ્ટાર હોટેલ?
જાણો કઈ રીતે ચાર્જ વસુલાયો?
- ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી રૂ. 61,120
- દર્દીનો સર્જરીનો ચાર્જ રૂ. 21,400
- ડો.ભાવિક ભુવાનો ચાર્જ રૂ. 11,000
- એસો.કો.સર્જનનો ચાર્જ રૂ. 15,000
- ઇમરજન્સી સર્જરીનો ચાર્જ રૂ. 3210
- ઇમરજન્સી સર્જનનો ચાર્જ રૂ. 9168
- ઇમરજન્સી એનેસ્થેસીયાની ફી રૂ. 1650
- ઇમરજન્સી એસો.સર્જનનો ચાર્જ રૂ. 2250
- ફાર્મસીનો ચાર્જ રૂપિયા રૂ. 3044
- કુલ બિલ રૂપિયા 1 લાખ 60 હજાર 910
આ પણ વાંચો : Gujarat : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો