Jamnagar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કારાવાસ અને દંડની સજા
- સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કારાવાસ (Jamnagar)
- જામનગરની સ્પે. પોક્સો કોર્ટે આરોપીને ફટકારી સજા
- સખત કેદની સજા તથા 25 હજારનો દંડ પણ ફટકાર્યો
- ભોગ બનનારને વળતર પેટે 4 લાખ ચૂકવવા હુકમ કર્યો
જામનગરની (Jamnagar) સ્પે. પોક્સો કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને સખત કેદની સજા સાથે રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઉપરાંત, ભોગ બનનારને વળતર પેટે 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. વર્ષ 2023 માં વાડીએ મોબાઇલ રમતી સગીરા પર નરાધમ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે તમામ પુરાવાનાં આધારે આરોપીને દોષી ઠેરવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : શહેરમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન
મોબાઇલ સાથે રમતી સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરા સાથે દુષ્કર્મનાં કેસમાં આરોપીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા રૂપિયા 25 હજારનો દંડનો હુકમ જામનગરની (Jamnagar) સ્પે. પોક્સો કોર્ટ દ્વારા કરાયો છે. વર્ષ 2023 માં 20 ઓગસ્ટનાં રોજ વાડીએ મોબાઇલ સાથે રમતી સગીરા પર અશ્વિન જયંતી ગોહિલ નામનાં નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં (Jodiya Police Station) આરોપી સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી કરી આરોપી અશ્વિન ગોહિલની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - Gandhinagar : GAS કેડરનાં 4 અધિકારીની બદલીનાં આદેશ, જુઓ લિસ્ટ
સાક્ષી, મેડિકલ તથા અન્ય પુરાવા ધ્યાને લઈ ચુકાદો
આ અંગે જામનગરની સ્પે. પોક્સો અદાલતમાં (Special POCSO Court) કેસ ચાલી જતાં ભોગ બનનાર, ફરિયાદી, મેડિકલ ઓફિસરની જુબાનીઓ તથા પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી અશ્વિનને આજીવન કારાવાસની આકરી સજા ફટકારી છે. સાથે જ રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે પીડિતાને રૂ. 4 લાખ ચૂકવવાનો હુકમ પણ કર્યો છે. જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીની દલીલોને ઘ્યાને લઇ જામનગરની સ્પે. પોક્સો અદાલતનાં ન્યાયાધિશ વી.પી. અગ્રવાલએ ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો - Gujarat Rain : અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, વરસાદી પાણી ભરાતા લોકો અટવાયા