Jamnagar Murder Case: ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપતાં ગળું કાપ્યું, પોલીસે આરોપીને દબોચ્યો
જામનગરમાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મુદ્દે વૃદ્ધની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હુશેન ઇસ્માઇલ સંધીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ચંદ્રસિંહ મેરુજી રાઠોડ પર છરીથી હુમલો કર્યો હતો. હત્યા બાદ ફરાર આરોપીને સિટી સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે હથિયાર કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Jamnagar Murder Case: જામનગરમાં વૃદ્ધની ગળું વાઢી હત્યાના ચકચારી મામલામાં પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરની સિટી સી ડિવિઝન પોલીસે વારદાતને અંજામ આપ્યા બાદ નાસી ગયેલા આરોપી હુશેન ઇસ્માઇલ સંધી (Hussain Ismail Sandhi) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હત્યાના કારણ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે.

