Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar: ડ્રગ્સ કેસનો આરોપી ફરાર થઈ જતાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

જામનગરના મોટી ખાવડી (Moti Khavdi) નજીકથી 83 લાખના હેરોઇન સાથે પકડાયેલા ચાર આરોપીઓ પૈકી એક શખ્સ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી છે. આ ગંભીર બેદરકારી બદલ જામનગર જિલ્લા પોલીસ વડા (SP) એ મેઘપર પડાણા (Meghpar Padana) પોલીસ સ્ટેશનના બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી કરી છે.
jamnagar  ડ્રગ્સ કેસનો આરોપી ફરાર થઈ જતાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Jamnagar Drugs Case: 83 લાખના ડ્રગ્સમાં એક આરોપી ફરાર 
  • ત્રણ પોલીસ કર્મચારી થયા સસ્પેન્ડ 
  • જામનગર જિલ્લા પોલીસ વડાએ કરી કડક કાર્યવાહી

Jamnagar Drugs Case: જામનગર જિલ્લામાં ડ્રગ્સના કાળા કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 83 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલા પંજાબના ચાર આરોપીઓ પૈકીનો એક આરોપી પોલીસની પકડમાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. આ મામલે જામનગર જિલ્લા પોલીસ વડા (District Police Chief/SP) એ કડક વલણ અપનાવી બેદરકારી દાખવનાર ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે.

Jamnagar Drugs Case: હોટેલ '666' પર ત્રાટકી હતી એસઓજી

ગત શનિવારે જામનગર-ખંભાળિયા હાઇવે (Jamnagar-Khambhalia Highway) પર મોટી ખાવડી (Moti Khavdi) નજીક આવેલી હોટેલ 666 (Hotel 666) માં એસઓજી (Special Operations Group - SOG) ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હોટેલના રૂમમાંથી અંદાજે 418 ગ્રામ હેરોઇન (Heroin) નો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 83 લાખ રૂપિયા વધુ આંકવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પંજાબ (Punjab) ના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ આરોપીની ઓળખ વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ મજવી અને જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરા તરીકે થઈ હતી.

Advertisement

પોલીસ કસ્ટડીમાંથી આરોપી પલાયન

પકડાયેલા આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશન (Meghpar Padana Police Station) ખાતે સોંપવામાં આવ્યા હતા. જોકે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચેથી એક આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Jamnagar: SOGની મોટી સફળતા, 418 ગ્રામ હેરોઇન સાથે પંજાબના 4 ડ્રગ પેડલર્સની ધરપકડ

એસપી દ્વારા કડક શિસ્તભંગના પગલાં

પોલીસ કસ્ટડીમાંથી આરોપીનું ફરાર થવું એ સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી ગણાય છે. આ મામલે પ્રાથમિક તપાસ બાદ જામનગર એસપીએ ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં ભર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ (Head Constable) ભરતસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ (Constable) ગૌતમ ચાવડાનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ પોલીસની કસ્ટડી વ્યવસ્થા અને તકેદારી પર અનેક પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.

 આ પણ વાંચોઃ પતિ રવીન્દ્ર જાડેજા સાથે રાજ્ય શિક્ષણ મંત્રી Rivaba ની PM મોદી સાથે મુલાકાત!

Tags :
Advertisement

.

×