Jamnagar : બાળકી સાથે અડપલા કરનાર આધેડ પકડાયો
- Jamnagar : અડપલાના સીસીટીવી વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી
- બે દિવસ બાદ એ ડિવિઝન પોલીસ આરોપી સુધી પહોંચી
- બાળકીને ખોળામાં બેસાડી વૃદ્ધે અડપલા કર્યા હતા
Jamnagar : જામનગરમાં બાળકી સાથે અડપલા કરનાર આધેડ પકડાયો છે. જેમાં અડપલાના સીસીટીવી વાયરલ થતા પોલીસ તપાસમાં લાગી હતી. બે દિવસ બાદ એ ડિવિઝન પોલીસ આરોપી સુધી પહોંચી છે. પ્રકાશદાન ઈશ્વરદાન ગઢવી નામના 61 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બાળકીને ખોળામાં બેસાડી વૃદ્ધે અડપલા કર્યા હતા.
બળજબરીપૂર્વક તેને પોતાના ખોળામાં બેસાડી લીધી
શહેરના અપનાબજાર વિસ્તારમાં એક 61 વર્ષીય વૃદ્ધે જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરી હતી જે કેમેરામાં કેદ થઇ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.
Jamnagar | દાદાની ઉંમરના આ વૃદ્ધે નાની બાળકી સાથે કર્યું શરમજનક કૃત્ય! | Gujarat First
જામનગરમાં વૃદ્ધે બાળકી સાથે કર્યા અડપલાં
સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
અડપલાં કરનાર વૃદ્ધ ભૂગર્ભમાં ઉતરી ગયો
સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા શોધખોળ#Jamnagar #CCTVFootage #ChildSafety… pic.twitter.com/26GNXUIu0R— Gujarat First (@GujaratFirst) October 26, 2025
ઘટનામાં અપનાબજાર વિસ્તારમાં એક વૃદ્ધે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોક્યા હતા. સૌ પ્રથમ તેણે બંને સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવી અને બળજબરીપૂર્વક તેને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી.
Jamnagar : માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું
ખોળામાં બેસાડ્યા બાદ નરાધમ આધેડ શખસે માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકી સાથે રહેલો અન્ય બાળક ડઘાઈ ગયો હતો અને તેણે બાળકીને ખેંચીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આધેડની મજબૂત પકડને કારણે તે સફળ થયો નહોતો. આખરે, ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. તે તરત જ દોડી આવ્યો અને આધેડના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી અને તેને સલામત સ્થળે મૂકી આવ્યો. જો કે, યુવાન પાછો ફરે તે પહેલાં જ નરાધમ શખસ પોતાના થેલા લઈને ત્યાંથી ચાલતી પકડી હતી.
આ પણ વાંચો: Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળશે


