Junagadh: જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર
- Junagadh: તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા
- રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગમાં કરાયું ચેકઅપ
- મેડિકલ ચેકઅપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા
Junagadh: જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા છે. જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ સારવાર અર્થે લવાયા છે. તેમજ રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગમાં ચેકઅપ કરાયું છે. મેડિકલ ચેકઅપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
અનિરુદ્ધસિંહ જાડેજા નામ આજે ચર્ચાતુ રહે છે
અનિરુદ્ધસિંહ જાડેજા નામ આજે ચર્ચાતુ રહે છે. તેની પાછળનો ઇતિહાસ પણ કંઈક અલગ જોવા મળે છે. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસ અને થોડા જ મહિના અગાઉ ગોંડલમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જયરાજસિંહ જાડેજાને મુખ્ય આરોપી તરીકે ગણીને પોપટ સોરઠીયા કેસમાં આજીવન કરાવાસની સજા મળી હતી. ત્યારબાદ વડી અદાલતે તેની સજા માફીના હુકમને રદ કરીને ફરીથી જેલમાં હાજર થવાનો આદેશ કર્યો હતો. ત્યારથી સમગ્ર મામલો જુનાગઢ અને ગોંડલ વચ્ચે ચકરાવે ચડ્યો હતો હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢ જેલ લવાયા હતા.
જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર
તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા
જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ સારવાર અર્થે લવાયા
રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગમાં કરાયું ચેકઅપ
મેડિકલ ચેકઅપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા #Gujarat #Junagadh #AnirudhhsinhJadeja… pic.twitter.com/raog35RoEJ— Gujarat First (@GujaratFirst) October 27, 2025
Junagadh: રાજ્યના જેલવડાને લેખિત ફરિયાદ અગાઉ કરી હતી
રીબડાના અમિત ખૂંટના આપઘાત કેસમાં સંડોવાયેલા તેમજ પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન સજા ભોગવવા ફરી જૂનાગઢ જેલમાં ધકેલાયેલા અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં તેના મળતિયાઓ મળવા આવતા હોવાનો અને તે મળતિયાઓથી પોતાના અને પરિવારજનોના જીવ પર જોખમ હોવાનો અમિત ખૂંટના ભાઇ મનીષ ખૂંટે આક્ષેપ કર્યો હતો અને આ મામલે રાજ્યના જેલવડાને લેખિત ફરિયાદ અગાઉ કરી હતી. રીબડાના મનીષ ખૂંટે રાજ્યના પોલીસવડાને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જેલમાં રહેલો પાકા કામનો કેદી અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં અનેક સુવિધા મેળવી રહ્યો છે.
ગેરકાયદે પ્રવૃત્તિમાં સાથે સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરવાની મનીષ ખૂંટે માંગ કરી
જામનગરના ગુજસીટોકના ગુનાના કુખ્યાત આરોપી યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા જેલમાં અનિરુદ્ધસિંહને મળવા જાય છે. અગાઉ પણ વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જ્યારે જૂનાગઢ જેલમાં હતા ત્યારે પણ તે ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હતા અને તત્કાલીન સમયે આ અંગેની હકીકત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને હાઇકોર્ટે ઇન્કવાયરી કરાવી હતી. અનિરુદ્ધસિંહનો જેલ રેકોર્ડ ખૂબ જ શંકાસ્પદ અને ગુનાહિત છે. અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી છે અને જે કેસ હાલમાં પેન્ડિંગ છે, જેલમાં રહેલો અનિરુદ્ધસિંહ કુખ્યાત તથા ગુનાહિત ઇતિહાસ ધરાવતાં જામનગરના યશપાલ-જશપાલ અને જૂનાગઢના સોયબ નાગોરીને ગેરકાયદે મળે છે. આ શખ્સો દ્વારા અનિરુદ્ધસિંહ હુમલો કરાવશે તેવી ભીતિ મનીષ ખૂંટે વ્યક્ત કરી હતી, એટલું જ નહીં અમિત ખૂંટ આપઘાત કેસના સાક્ષી પુરાવા ફોડવાનો પણ તે પ્રયાસ કરશે તેવી શંકા પણ દર્શાવી હતી. જેમાં જૂનાગઢ જેલમાં રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાની ગેરકાયદે પ્રવૃત્તિમાં તેની સાથે સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરવાની મનીષ ખૂંટે માંગ કરી હતી.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


