Junagadh: MLA સંજયભાઈ કોરડિયા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી
- Junagadh: ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી આશ્રમના નામે 35 લાખની ખંડણી માગી
- પૈસા નહીં આપે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી
- સંજયભાઈ કોરડિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
Junagadh: જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી મળી છે. જેમાં રોનક ઠાકુર નામના વ્યક્તિએ ફોન કરી રૂપિયા 35 લાખની ખંડણી માગી છે. તેમાં પૈસા નહીં આપે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી છે. જેમાં આંગડિયા મારફતે પૈસા મોકલવાનું કહી ધમકી આપી છે. તથા સંજયભાઈ કોરડિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હવાલા દ્વારા રકમ મોકલવાની વાત કરી હતી
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું છે કે હવાલા દ્વારા રકમ મોકલવાની વાત કરી હતી. મારે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી. મારે કોઈ સામાજિક કે રાજકીય દુશ્મન નથી. સાધુ-સંતોને બદનામ કરવાના ઇરાદાથી આશ્રમનું નામ લેવાની આશંકા છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને 35 લાખની ખંડણી માટે જીવના જોખમની ધમકી મળી છે. અજાણ્યા નંબરથી આવેલા ફોનમાં રોનક ઠાકુર નામના વ્યક્તિએ પૈસા નહીં આપો તો પરિવારને મારી નાખીશું તેમ કહી આંગડિયા અને હવાલા મારફતે રકમ મોકલવાનો આદેશ આપ્યો હતો.
Junagadh: ધારાસભ્યએ તુરંત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ધારાસભ્યએ તુરંત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPCની ધમકી અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંજયભાઈએ જણાવ્યું કે, "મારે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી. મારો કોઈ સામાજિક કે રાજકીય દુશ્મન નથી. આ પાછળ સાધુ-સંતોને બદનામ કરવા આશ્રમનું નામ લેવાની આશંકા છે." પોલીસે આરોપીની ઓળખ અને પાછળના માસ્ટરમાઇન્ડની શોધ શરૂ કરી છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે તેમને બે દિવસ પહેલાં ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો હતો.
શરૂઆતમાં આ કોલ આશ્રમની મદદ માટે પૈસાની માગણી કરતો
શરૂઆતમાં આ કોલ આશ્રમની મદદ માટે પૈસાની માગણી કરતો હતો, પરંતુ બાદમાં તે જ નંબર પરથી ખંડણી કે દાન તરીકે 30 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો આ રકમ ન આપવામાં આવે તો ધારાસભ્યના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ રૂપિયા આંગડીયા મારફતે મોકલવા માટે અમદાવાદના રોહન ઠાકોર નામના વ્યક્તિના નંબર આપવામાં આવ્યા હતા. ધારાસભ્યએ આ સમગ્ર મામલે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ અંગેની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયુ