Junagadh માં માતાની મમતા બની ક્રૂર, 6 વર્ષની બાળકી સાથે જે કર્યું તે જાણી હચમચી જશો!
જૂનાગઢમાં એક માતાએ પોતાની 6 વર્ષની માસૂમ બાળકીને વાયર અને વેલણ વડે બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીના શરીર પર ઈજાના નિશાન જોઈ પડોશીઓએ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. 108 ની મદદથી બાળકીનો કબજો મેળવી તેને શિશુમંગલ સંસ્થામાં સુરક્ષિત ખસેડાઈ છે. પોલીસે માતા-પિતા સામે તપાસ શરૂ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Junagadh: જૂનાગઢમાં માતાની મમતા અને માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. શહેરમાં એક માતાએ પોતાની જ 6 વર્ષીય બાળકી સાથે બેરહેમીપૂર્વક મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકીના શરીર પર મારના અનેક નિશાન મળી આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ પડોશીઓએ પોલીસને કરતાં માતા-પિતા સામે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ 108 ની ટીમે બાળકીનો કબજો લઈ તેને શિશુમંગલ સંસ્થામાં મોકલી છે.

