ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : મેંદરડા વાડી વિસ્તારમાં જુગારધામ પર દરોડા, 40 જુગારીઓની ધરપકડ

આ રેડ દરમિયાન 40 જુગારીઓને રંગે હાથે ઝડપી લેવાયા હતા. જુગાર ધામનું સંચાલન વાડીના માલિક લવ સોલંકી દ્વારા કરવામાં આવતું હતું.
09:50 PM Aug 13, 2025 IST | Vipul Sen
આ રેડ દરમિયાન 40 જુગારીઓને રંગે હાથે ઝડપી લેવાયા હતા. જુગાર ધામનું સંચાલન વાડીના માલિક લવ સોલંકી દ્વારા કરવામાં આવતું હતું.
Junagadh_gujarat_first main
  1. Junagadh નાં મેંદરડા વાડી વિસ્તારમાં ધમધમતું જુગારધામ ઝડપાયું
  2. વાડી માલિક જુગારીઓને બોલાવી ચલાવતો હતો જુગાર ધામ
  3. ગત રાત્રે LCB ને બાતમી મળતા જુગાર ધામ પર પાડી રેડ
  4. જુગારધામ પરથી 40 શકુનીઓ જુગાર રમતા ઝડપાયા

Junagadh : જુનાગઢનાં મેંદરડામાં વાડી વિસ્તારમાં ધમધમતું જુગારધામ ઝડપાયું છે. LCB પોલીસે જુગાર રમતા 40 જુગારીઓની ધરપકડ કરી છે. સાથે જ સ્થળ પરથી કુલ 19.64 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ મામલે વાડી માલિક લવ સોલંકી સામે ફરિયાદ થતા પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ : કોંગ્રેસ-બીજેપીની રાજનીતિમાં પિસાતો આદિવાસી સમાજ

મેંદરડા વાડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર LCB ની રેડ

જુનાગઢ જિલ્લાના મેંદરડા (Mendarda) વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગત રાત્રે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન 40 જુગારીઓને રંગે હાથે ઝડપી લેવાયા હતા. જુગારધામનું સંચાલન વાડીના માલિક લવ સોલંકી દ્વારા કરવામાં આવતું હતું, જેની સામે પોલીસે ફરિયાદ નોંધી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રૂ. 2 લાખની રોકડ, 23 મોટરસાઇકલ, 1 ફોર-વ્હીલર, 33 મોબાઇલ સહિત કુલ 19.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Vadodara : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વધુ એક પુલ વાહનો માટે બંધ કરાયો, વાંચો વિગત

Junagadh મેંદરડા પોલીસની કામગીરી સામે સવાલ!

આ કાર્યવાહી શ્રાવણ માસ દરમિયાન ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને આ ઘટના જુનાગઢમાં (Junagadh) ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે કડક પગલાંનો ભાગ છે. જો કે, પોલીસની આ કાર્યવાહી બાદ લોકોમાં સવાલ છે કે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું ? વાડીનો માલિક કોની રહેમનજર હેઠળ આ જુગારધામ ચલાવી રહ્યો હતો ? શું મેંદરડા પોલીસ આ જુગારધામથી અજાણ થઈ હતી ? LCB પોલીસે રેડ કરતા અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો - Kutchની મતદાર યાદીમાં ગડબડ? ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ?

Tags :
gamblinggujaratfirst newsJunagadhJunagadh Crime NewsLCBMendardaMendarda PoliceTop Gujarati NewsWadi area
Next Article