Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: ગુરૂ અને શિષ્યના સંબંધને લાગ્યું લાંછન, માધાપરમાં બાળકી સાથે અડપલા કરતા શિક્ષકની ધરપકડ

Kutch: લંપટ શિક્ષકે ભણવા આવતી 11 વર્ષની બાળકની એકલતાનો લાભ લઇ શારિરીક અડપલાં કરતાં હંગામો મચી ગયો હતો.
kutch  ગુરૂ અને શિષ્યના સંબંધને લાગ્યું લાંછન  માધાપરમાં બાળકી સાથે અડપલા કરતા શિક્ષકની ધરપકડ
Advertisement
  1. ભણવા આવેલી બાળકી સાથે શિક્ષકે કર્યા શારીરિક ચેડા
  2. લંપટ શિક્ષક વતન ભાગે તે પહેલા કરાઈ ધરપકડ
  3. આરોપી લંપટ શિક્ષક સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ

Kutch: ગુરૂ અને શિષ્યનો સંબંધ માતા-પિતા કરતા પણ વધારે ઉચ્ચ માનવામાં આવતો છે, પરંતુ હવે તેમાં ક્યાંક સંબંધને લાંછન લાગી રહ્યું છે. આવી જ એક ઘટના કચ્છના માધાપરમાં બની છે. માધાપર ગોકુલધામમાં આવેલા એ-1 ટ્યુશન ક્લાસીસી ચલાવતા એક્સઆર્મી એવા 65 વર્ષના ઢગા શિક્ષકે તેમની પાસે ભણવા આવતી 11 વર્ષની બાળકની એકલતાનો લાભ લઇ શારિરીક અડપલાં કરતાં હંગામો મચી ગયો હતો. ગુરૂ શિષ્યાને લાંછન લગાડતા આ બનાવને ભારે ચકચાર પ્રસરી હતી. આરોપી શિક્ષક પોતાના વતને ભાગી જાય તે પૂર્વે માધાપર પોલીસે દબોચી લીધો હતો.

છઠ્ઠા ધોરણની બાળકી સાથે શિક્ષકે કર્યાં અડપલા

એસ.કે.અબ્બાસ મંડળ નામના 65 વર્ષીય નરાધમી આરોપી મૂળ બંગાળનો છે, જે 2000ની સાલમાં આર્મીમાંથી નિવૃત થયો અને પછી માધાપર નવાવાસમાં ગોકુલધામ-1માં રહીને એ-1 ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યો હતો. ક્લાસીસમાં ગુરૂપાસે શિક્ષા લેવા આવેલી છઠ્ઠા ધોરણમાં ભણતી 11 વર્ષની બાળકી વહેલી આવી જતાં તેની એકલતાનો લાભ લઇને નરાધમ શિક્ષકે નિયત બગાળીને શારિરીક અપડલાં કરીને ગળાના ભાગે બચકુ ભરી લીધું હતું.

Advertisement

આ પણ વાંચો: Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV

Advertisement

માધાપર પોલીસે આરોપી શિક્ષકની કરી લીધી ધરપકડ

નોંધનીય છે કે, ભોગબનાર માસુમ બાળકીએ ઘરે માતા-પિતાને આ વાતથી વાકેફ કરતાં દીકરીના મા-બાપ નરાધમ શિક્ષકને ઠપકો આપી આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માધાપર પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સો સહિતની કલમ તડે ગુનો નોંધીને પકડી લેવા કવાયત હાથ ધરી હતી. આરોપી બોરી બીસ્તરા લઇને વતને ભાગે તે પૂર્વે માધાપર પોલીસ મથકના ઇન્સપેકટર કે.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કશ્યપભાઇ આચાર્યુ, ભગીરથસિંહ જાડેજા, સહિતના પોલીસ સ્ટાફે ગાંધી સર્કલ પાસેથી આરોપી એસ.કે.અબ્બાસ મંડળ (ઉ.વ.65)ને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Amreli: પાટીદારી દીકરીના સમર્થનમાં સોશિયલ મીડિયા વોર! પિતાનું પણ નિવેદન સામે આવ્યું

લંપટ શિક્ષકો પાસે બાળકોને મોકલતા પૂર્વે વાલીઓ ચેતજો

છાસવારે શાળા અને ટ્યુશન ક્લાસીસમાં છાત્રાઓ સાથે લંપટ શિક્ષકો દ્વારા શારિરીક અડપલાં કર્યા હોવાના બનાવો બહાર આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાથી બાળ માનસ પર અવળી અસર ઉભી થાય છે અને બાળકોમાં ભયનું વાતાવરણ પેદા થાય છે. જેથી આવા લંપટ શિક્ષકો પાસે ભણવા બાળકોને મોકલતાં પૂર્વે વાલીઓએ ચેતી જવાની જરૂર છે. બીજી તરફ આવા નરાધમ શિક્ષકોને ખુલ્લા પાડીને તેમની સામે સખત પગલાં લેવાય તેવી ચર્ચારએ જોર પકડ્યું છે. ભોગબનાર બાળકી તેમજ અન્ય છાત્રોના પરિવારજનોમાં રોષ ફલાયો પોલીસમાં મોડી રાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં નરાધમ શિક્ષક બોરી બીસ્તરા લઇને વતને ભાગી રહ્યો હતો. પોલીસને જાણ થતાં આરોપી શિક્ષકને પોલીસે ઝડપી લીધો હતો.

અહેવાલઃ કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો: Gondal: ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.

×