Kutch : પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં મોટા ખુલાસા!
- Kutch માંથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો
- ATS એ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી
- કોર્ટે આરોપી સહદેવસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- આરોપી પાક. એજન્ટ આદિતિ ભારદ્વાજ નામની યુવતીનાં સંપર્કમાં હોવાનો ખુલાસો
Kutch : ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સની ATS એ કચ્છમાંથી ધરપકડ કરી હતી. એટીએસ દ્વારા આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવા માટે 14 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. જો કે, નલિયા કોર્ટે આરોપીનાં 11 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપ છે કે આરોપી શખ્સ એક યુવતીનાં સંપર્કમાં હતો જે પાકિસ્તાની મહિલા એજન્ટ (Pakistan Spy) અને BSF અને ઇન્ડિયન નેવી સહિત સંવેદનશીલ વિસ્તારોનાં ફોટો પાકિસ્તાન મોકલતો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Gujarat ATS ની મોટી સફળતા, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ
કોર્ટે આરોપી સહદેવસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, Gujarat ATS દ્વારા બાતમીનાં આધારે કચ્છનાં (Kutch) દયાપર વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતો હોવાનો આરોપ છે. એટીએસની પ્રાથમિક તપાસમાં ધરપકડ થયેલ શખ્સની ઓળખ સહદેવસિંહ ગોહિલ (Sahdev Singh Gohil) તરીકે થઈ છે. આજે સહદેવસિંહને એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં (Naliya Court) રજૂ કરવામાં આવ્યો અને તેની વધુ પૂછપરછ માટે 14 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. જો કે, કોર્ટે 11 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. સહદેવસિંહની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Kutch : PM નરેન્દ્ર મોદી 26 મીએ એક હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
આરોપી પાકિસ્તાની મહિલા એજન્ટનાં સંપર્કમાં હતો
તપાસ મુજબ, સહદેવસિંહ પાકિસ્તાની મહિલા એજન્ટ આદિતિ ભારદ્વાજ (Aditi Bhardwaj) નામની યુવતીનાં સંપર્કમાં આવ્યો હતો. સહદેવે પોતાનાં આધારકાર્ડથી એક સિમકાર્ડ લઈ તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કર્યુ હતું. ત્યાર બાદ OTP જનરેટ કરી સિમકાર્ડ અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. આરોપ અનુસાર, BSF અને ઇન્ડિયન નેવી (Indian Navy) સહિત કેટલાક સંવેદનશીલ વિસ્તારોનાં ફોટો વોટ્સએપનાં માધ્યમથી મોકલતો હતો. સહેદવને 40 હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસ અનુસાર, આરોપી સહદેવસિંહે સમગ્ર વિસ્તારમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ઓળખ ઊભી કરી હતી. વર્ષ 2023 થી સહદેવસિંહ આદિતિ ભારદ્વાજ સાથે સંપર્કમાં હતો. બંને એકબીજા વોટ્સએપનાં માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. Gujarat ATS દ્વારા સહદેવસિંહ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. સુરક્ષા એજન્સી આરોપીનાં પાકિસ્તાન અને ગુજરાતમાં અન્ય સંપર્કોની તપાસ કરી રહી છે. સાથે જ ATS એ વધુ તપાસ માટે આરોપીનાં મોબાઇલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ને મોકલી આપ્યો છે.
આ પણ વાંચો - ભ્રષ્ટ અધિકારી સામે લાંચની માગણીનો ગુનો નોંધવામાં Gujarat ACB ને સાડા 6 વર્ષ કેમ લાગ્યા ?