Mahisagar: જમીનનો વિવાદ બન્યો લોહિયાળ, કાકાએ ભત્રીજાનું કાસળ કાઢ્યું
મહીસાગરના મોહિલા ગામે એક જ લોહીના બે સગા સંબંધો વચ્ચે વર્ષોથી ચાલી રહેલી જમીનની ગુપ્ત અદાવતે આજે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. જે કાકાના ખોળામાં ભત્રીજો મોટો થયો હતો, એ જ કાકાએ જમીનના એક નાના ટુકડા માટે એવો જીવલેણ પ્રહાર કર્યો કે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો.
Advertisement
Mahisagar Land Dispute Murder: મહીસાગર (Mahisagar) જિલ્લામાંથી કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જીલ્લાના ધામોદ વિસ્તારમાં આવેલા મોહિલા ગામમાં જમીનની માલિકીના જૂના વિવાદે (Land Dispute Case) આજે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે પવિત્ર ગણાતો કાકા-ભત્રીજાનો સંબંધ લોહિયાળ અંત તરફ ધકેલાઈ ગયો. જમીનના ટુકડા માટે એક સગા કાકાએ પોતાના જ જુવાનજોધ ભત્રીજાનું નિર્મમતાપૂર્વક કાસળ કાઢી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે.

