પુત્રએ ભાડુ ના આપતાં વાત વણસી
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મૃતક અરવિંદ માલીવાડ અને તેના પિતા રમેશભાઈ માલીવાડ વચ્ચે ખેતીના કામના ભાડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ખેતરમાં ટ્રેક્ટર દ્વારા કરવામાં આવેલા ખેડાણનું ભાડું આપવા બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર વિવાદ ત્યારે વણસ્યો જ્યારે પુત્ર અરવિંદે ખેડાણનું ભાડું આપવાની ના પાડી દીધી હતી. વાતચીત દરમિયાન બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા પુત્ર અરવિંદે આવેશમાં આવીને પિતા રમેશભાઈને લાકડી મારી દીધી હતી. આ હુમલા બાદ પુત્ર અરવિંદ ઘરના ખાટલામાં જઈને શાંતિથી સૂઈ ગયો હતો. જોકે, પુત્રના આ વર્તનથી પિતા રમેશભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેમણે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો.
પિતા દ્વારા ઘાતકી હુમલો
પિતા રમેશભાઈએ ઘરમાં પડેલી કુહાડી ઉપાડી હતી અને ખાટલામાં ઊંઘતા પુત્ર અરવિંદ પર જીવલેણ હુમલો કર્યો હતો. પિતાએ સૂતેલા પુત્રના માથા, મોઢા અને છાતીના ભાગે કુહાડીના એક પછી એક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે પુત્રનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટના બનતા જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા પુત્રના મૃતદેહને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
હત્યારા પિતાની પોલીસે કરી ધરપકડ
ઘટનાની જાણ થતાં જ મૃતકની બહેન સુમિત્રાબેન માલીવાડ તાત્કાલિક સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર મામલે પોલીસ ફરિયાદ મળતાની સાથે જ સંતરામપુર પોલીસ (Santrampur Police) દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપી પિતા રમેશભાઈ માલીવાડની ધરપકડ કરી લીધી છે. માત્ર ખેતીના ભાડા જેવા નજીવા બાબતે પિતાએ પોતાના લોહીના સંબંધની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી પિતાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ચાંદખેડાની હોટલમાં પ્રેમી યુગલનો આપઘાત, PI એ શું આપ્યું નિવેદન?
આ પણ વાંચોઃ Mahisagar: બાલાસિનોરમાં 1 કરોડોથી વધુનો દારુ પકડાયા બાદ મોટા ફેરફાર, PI સહિત 13 જેટલા PSI ની આંતરિક બદલી