Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar Politics : પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ

પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો સામે આવ્યો છે. ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવી વીડિયો જાહેર કર્યો
porbandar politics   પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ  ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ
Advertisement
  • પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો સામે આવ્યો
  • ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો
  • હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો વાયરલ

Porbandar Politics : પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો સામે આવ્યો છે. ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવી વીડિયો જાહેર કર્યો છે. બે દિવસ પહેલા વાયરલ થયેલ વીડિયો અન્વયે હાર્બર મરીન પોસ્ટેમાં હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા તથા અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.

હીરલબા જાડેજા, ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની સામે ગંભીર આરોપ દાખલ

હીરલબા જાડેજાની ધરપકડ મામલે પૈસાની લેતી દેતી મામલે ભનાભાઈ ઓડેદરા, જમાઈ તથા પુત્ર રણજીતનું અપહરણ કરાયું હતું. જેમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અપહરણ, જમીન, પ્લોટ, દાગીના આપી દેવા દબાણ, જાનથી મારી નાખવાની ધમકી, પૈસા કઢાવવા ગોધી રાખવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી ભનાભાઈ ઓડેદરાની દીકરી અને ઇઝરાયેલ સ્થિતિ લીલુ ઓડેદરા લીધેલ 70 લાખ કાઢવા મામલો સામે આવ્યો છે. આરોપીઓએ ભનાભાઇ તથા લીલુબેનના પુત્ર અપહરણ કરી હીરલબા બંગલે લઈ ગયા
હતા. અપહરણ બાદ ભનાભાઈના જમાઈને 17 દિવસ સુધી તેમજ લીલું ઓડેદરા પુત્ર રણજીત બંગલે ગોંધી રાખ્યાનો આરોપ લાગ્યો છે.

Advertisement

હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ

વીડિયોના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હીરલબા, હિતેશ ઓડેદરા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં હીરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતાં સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાનની વાતચીતનો પણ સમાવેશ છે, જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું છે. આ ઓડિયોમાં પિતા-પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ શામેલ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Foundation day: ગુજરાત સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ

Tags :
Advertisement

.

×