Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત

પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાત ats અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન  પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત
Advertisement
  • IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત
  • ડ્રગ્સ IMBL પર છોડીને ભાગી છૂટ્યા દાણચોરો
  • ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. જેમાં પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ IMBL પર છોડીને દાણચોરો ભાગી છૂટ્યા છે. ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો છે.

Advertisement

ભારતીય કોસ્ટગાર્ડ અને એ.ટી.એસએ સમુદ્રમાં ઓપરેશન પાર પાડ્યું

પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડ અને એ.ટી.એસએ સમુદ્રમાં ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ભારતીય જળ સીમા નજીકથી 300 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. પોરબંદર કોસ્ટગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ. દ્વારા 300 કિલો ડ્રગ્સની અંદાજે કિંમત 1800 કરોડ આકવામાં આવી છે. TS ના વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે, ICG જહાજે રાત્રિના એક શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ICG જહાજ નજીક આવી રહ્યું હોવાની જાણ થતાં, શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કરતા પહેલા તેનો માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. ICG જહાજે શંકાસ્પદ બોટનો પીછો શરૂ કરતી વખતે જપ્ત કરાયેલા માલને શોધવા માટે તાત્કાલિક તેની દરિયાઈ બોટને તૈનાત કરી હતી.

Advertisement

ઇન્ટરસેપ્ટર બોટે પાણીમાં ફેંકેલા ડ્રગ્સને ઝડપી પાડ્યું

ICG જહાજ શંકાસ્પદ બોટને પકડી શક્યું નહીં. દરમિયાન, દરિયાઈ બોટમાં ICG ટીમે, રાત્રિની પરિસ્થિતિમાં સંપૂર્ણ શોધખોળ કર્યા પછી દરિયામાં ફેંકવામાં આવેલ મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. ICG જહાજ દ્વારા જપ્ત કરાયેલા માદક દ્રવ્યોને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. ATSની બાતમી હતી, IMBL નજીક મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ જોવા મળી. બોટમાં સવાર લોકોને કંઈક ખબર પડતાં જ તમામ ડ્રગ્સ પાણીમાં ફેંકીને સરહદ પાર કરીને ભાગી ગયા છે. ડ્રગ્સના માફિયા ભારતીય સરહદમાં થોડું ઘૂસીને પાછા ભાગી ગયા છે. જોકે, ઇન્ટરસેપ્ટર બોટે પાણીમાં ફેંકેલા ડ્રગ્સને ઝડપી પાડ્યું છે.

આ પણ વાંચો: Heat Stroke: ગરમીમાં લૂ લાગવાથી શરીરમાં દેખાય છે આ સંકેતો, જાણો તેનાથી કેવી રીતે બચવું

Tags :
Advertisement

.

×