જમ્મુમાં લૂંટની મોટી ઘટના, સમગ્ર ઘટના CCTVમાં કેદ, લૂંટારુઓ દોઢ કરોડના દાગીના લઈને ફરાર
- જમ્મુમાં ધોળા દિવસે એક જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી
- સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે
- લોકોએ આ લૂંટનો રોડ બ્લોક કરીને વિરોધ કર્યો
Robbery in Jammu : જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાંથી લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારુઓએ દિવસના અજવાળામાં ઝવેરાતની દુકાનમાં આ ઘટનાને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, બપોરે લગભગ 1 વાગ્યે, એક ઝવેરાતની દુકાનને બંદૂકની અણીએ નિશાન બનાવવામાં આવી હતી અને લગભગ 1.5 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
હથિયાર બતાવી લુંટ ચલાવી
તમને જણાવી દઈએ કે જ્યારે લૂંટારુઓએ આ ગુનો કર્યો ત્યારે મહિલા દુકાન પર એકલી હતી. મહિલાએ જણાવ્યું કે પેન્ટ-કોટ અને હેલ્મેટ પહેરેલા બે લૂંટારુઓ દુકાનમાં ઘૂસી ગયા અને તેમના ગળા પર તીક્ષ્ણ હથિયાર લગાવી લગભગ દોઢ કરોડ રૂપિયા અને 25,000 રૂપિયાના સોનાના દાગીના લઈને ભાગી ગયા. તે જ સમયે, માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ
આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં, તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેવી રીતે પેન્ટ અને કોટ પહેરેલા બે પુરુષો દુકાનમાં પ્રવેશ કરે છે, મહિલાના ગળા પર તીક્ષ્ણ હથિયાર રાખે છે અને ગુનો કર્યા પછી ભાગી જાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. તેમજ સ્થાનિક લોકોમાં પોલીસ પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે રસ્તો રોકીને પ્રદર્શન પણ કર્યું હતું.
આ પણ વાંચો : Muzaffarpur કુંભ સ્નાન કરીને પરત ફરી રહેલા પરિવારને અતસ્માત નડ્યો, 5 લોકોના મોત, 4 ઘાયલ