Mehsana: 2 હજારની લાંચ ભારે પડી! હોમગાર્ડ અધિકારી રંગે હાથ પકડાઈ ગયા
- Mehsana: વિસનગર હોમગાર્ડ યુનિટના અધિકારી લાંચ લેતા ઝડપાયા
- સેવા સદનમાં 2 હજારની લાંચ લેતા ACBએ દબોચ્યા
- હોમગાર્ડ જવાનની બદલીના કાગળો આપવા માટે માંગી હતી લાંચ
- ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ હરેશકુમાર રાઠોડની અટકાયત
Mehsana:ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિસનગર (Visnagar) ખાતેથી વિસનગર હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ હરેશકુમાર રાઠોડ (HareshKumar Rathod) રુ. 2,000ની નજીવી રકમની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે. ગાંધીનગર ACBની ટીમે સફળ ટ્રેપ ગોઠવીને આ કાર્યવાહી કરી છે.
ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો
ઘટનાની વિગત મુજબ ફરિયાદી જેઓ હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે, તેમની બદલી ઊંઝા ખાતે કરવામાં આવી હતી. આ બદલીના સત્તાવાર કાગળો અને ઓર્ડર મેળવવા માટે ફરિયાદીએ વિસનગર હોમગાર્ડ યુનિટનો સંપર્ક કર્યો હતો. જોકે, ફરજ પરના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ હરેશકુમાર રાઠોડે આ બદલીના ઓર્ડર આપવાના બદલામાં રુ. 2,000ની લાંચની માંગણી કરી હતી. પોતાની કાયદેસરની બદલી માટે પણ પૈસા માંગવામાં આવતા જવાને ભ્રષ્ટાચાર સામે લડવાનો નિર્ણય કર્યો અને ગાંધીનગર ACBનો સંપર્ક સાધ્યો હતો.
Mehsana | વિસનગર હોમગાર્ડ યુનિટના અધિકારી લાંચ લેતા ઝડપાયા | Gujarat First
સેવા સદનમાં 2 હજારની લાંચ લેતા ACBએ દબોચ્યા
હોમગાર્ડ જવાનની બદલીના કાગળો આપવા માટે માંગી હતી લાંચ
ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ હરેશકુમાર રાઠોડની અટકાયત
ઉંઝા બદલીના ઓર્ડર માટે લાંચ માંગવી અધિકારીને ભારે પડી… pic.twitter.com/x576pTO85I— Gujarat First (@GujaratFirst) January 3, 2026
Mehsana: લાંચ લેતાં જ પકડાઈ ગયા અધિકારી
ફરિયાદના આધારે ગાંધીનગર ACBની ટીમે વિસનગરના સેવા સદન (Visnagar Seva Sadan) ખાતે છટકું ગોઠવ્યું હતું. જ્યારે ફરિયાદી બદલીના ઓર્ડર લેવા પહોંચ્યા અને આરોપી હરેશકુમાર રાઠોડને લાંચના રુ. 2,000 આપ્યા, ત્યારે અગાઉથી જ ગોઠવાયેલી ACBની ટીમે તેમને રંગેહાથ દબોચી લીધા હતા. સરકારી કચેરી એટલે કે સેવા સદન જેવા જાહેર સ્થળે જ લાંચ લેતા પકડાઈ જતાં કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં ACB દ્વારા હરેશકુમાર રાઠોડની અટકાયત કરવામાં આવી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Morbi: પિતા સાથેના ઝઘડાનું વેર 2 વર્ષના માસુમ પર વાળ્યું! આરોપીની ધરપકડ


