Mehsana ના વસઈમાં 64 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
મહેસાણામાં વિદેશ મોકલવાની લાલચ આપી નિર્દોષ લોકોને શીશામાં ઉતારતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ થયો છે. બે વ્યક્તિઓએ વિદેશ જવાના સપનામાં એકસાથે 64 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જોકે, મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ટેકનિકલ સર્વેલન્સ અને માત્ર એક કારના સેફ્ટીગાર્ડની કડીના આધારે આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
Advertisement
મહેસાણામાં વિદેશ જવા ઈચ્છુક બે વ્યક્તિઓને ઠગ ટોળકીએ પોતાનો શિકાર બનાવી લાખોની છેતરપિંડી આચરી હતી. આ કેસની તપાસમાં મહેસાણા LCBને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના જોધપુરથી વિશનસિંગ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 14 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સાથે જ વડોદરાના ભાવેશ વાળંદ નામના શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ પાસે કોઈ ચોક્કસ પુરાવો નહોતો, પરંતુ ઘટનામાં વપરાયેલી કારના સેફ્ટીગાર્ડ પરથી પોલીસને મહત્વની કડી મળી હતી. આ કડીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.
Advertisement


