Junagadh : સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, આખરે ઝડપાયો નરાધમ!
- કેશોદનાં સોંદરડા ગામે સગીરા સાથે દુષ્કર્મનો મામલો (Junagadh)
- પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો
- લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું
- સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યાનો આરોપ
- સમગ્ર કેસમાં કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી
જુનાગઢ જિલ્લાના (Junagadh) કેશોદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ મામલે કેશોદ પોલીસે (Keshod Police) આરોપી સામે એટ્રોસિટી અને પોક્સોનો (POCSO) ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Jamnagar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કારાવાસ અને દંડની સજા
લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના (Junagadh) કેશોદ તાલુકામાં આવેલ સોંદરડા ગામે રહેતી સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમ આરોપીની આખરે પોલીસે ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, આરોપીનું નામ ગૌરવ ઉર્ફે કાના હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ ગત 27 મેનાં રોજ સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપ છે કે આરોપી ગૌરવે સગીરાને પહેલા લગ્ન કરવાની લાલચ આપી હતી અને ત્યાર બાદ ફોસલાવીને સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ બળજબરી દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો - Dahod MNREGA Scam : મંત્રી બચુ ખાબડના પુત્રોને કોર્ટથી મળી રાહત, છતાં મુશ્કેલીમાં વધારો
આરોપી સામે એટ્રોસિટી અને પોક્સોનો ગુનો દાખલ
જો કે, આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં (Keshod Police Station) સગીરનાં પિતા દ્વારા આરોપી ગૌરવ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેશોદ પોલીસે મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરી હતી અને આરોપી ગૌરવને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે એટ્રોસિટી (Atrocity) અને પોક્સોનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - MGNREGA Scam : ચૈતર વસાવાના આરોપ સામે હીરા જોટવાની પ્રતિક્રિયા, કહ્યું- માનહાનીનો દાવો કરીશ!