Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : વાલીયામાં શિક્ષક દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, જમાઇએ ખેલ્યો ખુની ખેલ

શિક્ષક દંપતી (ડબલ મર્ડર)ના ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો
bharuch   વાલીયામાં શિક્ષક દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો  જમાઇએ ખેલ્યો ખુની ખેલ
Advertisement
  • LCBએ સાસુ-સસરાની હત્યા કરનાર જમાઈની કરી ધરપકડ
  • ગણેશ ગાર્ડન સોસાયટીમાં 4 માર્ચે થઈ હતી શિક્ષક દંપતીની હત્યા
  • મૃતકના સાળાએ વાલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરીયાદ

ભરૂચ જિલ્લાના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતી (ડબલ મર્ડર)ના ગુનાનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટના ઇરાદે ઠંડા કલેજે સાસુ સસરાની બેરહેમી પૂર્વક હત્યા કરનાર જમાઈને ઝડપી પાડી વાલીયા પોલીસને સોંપ્યો છે.

એફ.એસ. એલ.ટીમ, ડોગ સ્કોવોડ, ફીંગર પ્રિન્ટ એક્સપર્ટની જરૂરી મદદ લીધી

વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમના પત્ની લતા બોરાધરાના મકાનમાં 4 માર્ચના રોજ રાત્રીના સાડા નવ વાગ્યાથી 5મી માર્ચના રાત્રિના નવ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા આરોપીએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કોઇ તિક્ષણ હથીયાર વડે શિક્ષક દંપતી ઉપર હુમલો કરી નાસી ગયેલ હતો.

Advertisement

શિક્ષક દંપતીનુ ઘર કલાકો સુધી સુમસામ રહ્યું

શિક્ષક દંપતીનુ ઘર કલાકો સુધી સુમસામ રહેતા સોસાયટીના રહીશો દ્વારા તપાસ કરતા આ શિક્ષક દંપતીનું મર્ડર થયાનુ ધ્યાને આવેલ અને આ બનાવ સંબંધે મરણજનારના સાળાએ વાલીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. તેથી એસપી મયુર ચાવડાએ સહિતના LCB,SOG સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર દોડી આવી એફ.એસ. એલ.ટીમ, ડોગ સ્કોવોડ, ફીંગર પ્રિન્ટ એક્સપર્ટની જરૂરી મદદ મેળવવામાં આવી હતી.

Advertisement

ઉંડાણપુર્વકની પુછપરછ હાથધરતા આરોપી જમાઇ ભાંગી પડ્યો

મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ઝઘડીયા ડીવીઝન તથા LCB પીઆઈ એમ.પી.વાળા ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા ગુનાવાળી જગ્યાની આસપાસ તથા વાલીયા ટાઉન તેમજ વાલીયાથી વ્યારા સુધીના હાઇવે રોડ ઉપર આવેલા ટોલપ્લાઝા, પેટ્રોલપંપો, હોટલો વિગેરેના મળી આશરે 130 જેટલા સી.સી.ટીવી ફુટેઝ એકત્રીત કરી એનાલીસીસ કરીને કરવામાં આવતા આ ઉપરાંત એલ.સી.બી. શાખાની બે અલગ અલગ ટીમો દ્વારા સતત ટેક્નિકલ એનાલીસીસ કરીને ડબલ મર્ડરના ગુનાને શોધી કાઢવા અથાગ પ્રયત્નો ચાલુ હતા.

શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી પાડી પોલીસ લઇ આવી

દરમ્યાન ટીમને એનાલીસીસ દરમ્યાન હકિકત મળેલ કે “આ શિક્ષક દંપતીનુ કાસળ કાઢવામાં તેઓના જમાઇ વિવેક રાજેન્દ્ર દુબે રહેવાસી. વ્યારાની સંડોવણીની પુરેપુરી શક્યતાઓ છે જેથી તપાસમાં જોતરાયેલા ટીમ દ્વારા શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી પાડી વાલીયા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તેની સઘન અને ઉંડાણપુર્વકની પુછપરછ હાથધરતા આરોપી જમાઇ ભાંગી પડ્યો હતો.

આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી

આરોપીએ ગુનો કબૂલ કરતા જણાવ્યું હતું કે,તેને બેંક લોન ચાલુ હોય. અલગ અલગ જ્ગ્યાએથી વ્યાજે નાણા લીધેલ હોય તથા શેરમાર્કેટમાં છેલ્લા છ માસમાં ત્રીસથી પાત્રીસ લાખ જેટલી રકમ હારી ગયો હોય આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. જ્યારે તેના સાસુ સસરા આર્થિક રીતે સક્ષમ હોય રોકડ રકમ તથા દાગીના વાલીયા તેના ઘરે મુકી રાખતા હોવાની પોતાને જાણ હતી.

ઘરસંસારમાં પણ સસરા અવારનવાર વચ્ચે આવતા

તદઉપરાંત પોતાને ઘરસંસારમાં પણ સસરા અવારનવાર વચ્ચે આવતા હોવાથી સાસુ- સસરાનો કાંટો કાઢી નાંખી દાગીના તથા રોકડા રૂપિયા લૂંટી જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તે પોતાની ફોરવ્હીલ કાર લઇ વ્યારાથી ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગરથી પરત વાલીયા આવી ગુનાને અંજામ આપી ઘરમાંથી રોકડ રકમ તથા સોના ચાંદીની જણસોની લૂંટ કરી ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે આરોપીને વાલીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતા વાલીયા પોલીસ ઇન્સપેક્ટર દ્વારા આરોપીની ધરપકડ કરી, ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર, ફોરવ્હીલ કાર, લૂંટમાંથી મેળવેલા રોકડ તથા સોનાચાંદીની જણસો વિગેરે મુદ્દામાલ રીકવર તેમજ પુરાવાઓ એકત્રીત કરવા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા, જાણો કોની તરફ ઉઠ્યા સવાલ

Tags :
Advertisement

.

×