ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Naina Vavadiya Case : 19 વર્ષીય શિક્ષિકાને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચ, નેતાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા, MLA ગોપાલ ઈટાલિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
11:18 PM Jul 16, 2025 IST | Vipul Sen
અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા, MLA ગોપાલ ઈટાલિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
Surat_Gujarat_first main
  1. સુરતમાં કતારગામની શિક્ષિકાને ન્યાય માટે પાટીદાર સમાજની કેન્ડલ માર્ચ (Naina Vavadiya Case)
  2. ડભોલી ચાર રસ્તાથી અંકૂર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું
  3. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા, MLA ગોપાલ ઈટાલિયા સહિત લોકો જોડાયા
  4. આરોપી પક્ષના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા, મૃતક શિક્ષિકા સામે લગાવ્યા આરોપ
  5. શહેર પોલીસની કાર્યવાહી, વિધાર્થિનીઓ સાથે સંવાદ, અસમાજિક તત્વો સામે લાલ આંખ

Naina Vavadiya Case : સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશન શિક્ષિકાનાં આપઘાત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક શિક્ષિકા અને તેનાં પરિવારને ન્યાય મળે તે માટે આજે કતારગામ વિસ્તારમાં (Katargam) કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કેન્ડલ માર્ચ (Candle March) ડભોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી યોજાઈ હતી. પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા, MLA ગોપાલ ઈટાલિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. બીજી તરફ આજે આરોપી પક્ષના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા, દરમયિાન સમાજના આગેવાને મૃતક શિક્ષિકા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા.

ડભોલી ચાર રસ્તાથી અંકૂર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું

સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશનમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 19 વર્ષીય નૈના વાવડીયાએ (Naina Vavadiya Case) ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. નીલ દેસાઈ નામનાં યુવકના ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ આપઘાત કર્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. નૈના વાવડીયા અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે આજે કતારગામ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચ (Candle March) ડભોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી યોજાઈ હતી, જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Surat : કતારગામમાં 19 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, બ્લેક ફિલ્મવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ!

અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, MLA ગોપાલ ઈટાલિયા સહિત લોકો જોડાયા

માહિતી અનુસાર, કેન્ડલ માર્ચમાં કોંગ્રેસનાં નેતા પ્રતાપ દુધાત (Pratap Dudhat), AAP નેતા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત 1 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા. કોઈપણ સમાજની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય તેમ લોકોએ જણાવ્યું હતું. કેન્ડલ માર્ચને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જો કે, આ કેન્ડલ માર્ચમાં સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરો દેખાયા નહોતા. બીજી તરફ આરોપી પક્ષના લોકો આજે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. દરમિયાન, સમાજના આગેવાને મૃતક શિક્ષિકા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. સમાજ અગ્રણી સુરેશ દેસાઈએ શિક્ષિકા દ્વારા આરોપીને મેસેજ કરાતા હતા તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઘટના અંગે અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છે. પરંતુ, દીકરા પર આક્ષેપ થોપી બેસાડવામાં આવે તે યોગ્ય નથી. આગેવાન સુરેશ દેસાઈએ યોગ્ય તપાસ કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Rajkot : મારવાડી યુનિ.માં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ પર નશા-દેહવેપારનો ગંભીર આરોપ

પોલીસે વિધાર્થિનીઓ સાથે સંવાદ કર્યો, અસમાજિક તત્વો સામે લાલ આંખ

જણાવી દઈએ કે, 19 વર્ષીય નૈના વાવડીયા આપઘાત કેસ બાદ પોલીસે પણ કાર્યવાહી તેજ કરી છે. શહેર પોલીસના (Surat Police) ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા હતા અને ટ્યુશન ક્લાસિસ બહાર પોલીસે વિધાર્થિનીઓ જોડે સંવાદ કર્યો હતો. અસમાજિક તત્વોની માહિતી આપવા વિધાર્થિનીઓને સમજણ આપી હતી. હેરાનગતિ કરતા હોય તો પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. પોલીસે હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરવા અપીલ કરી હતી. આ સિવાય, કતારગામ વિસ્તારમાં આવેલા પાનનાં ગલ્લાઓ પર SOG એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાંજો, ડ્રગ્સ સહિત નશાકારક પદાર્થોનાં વેચાણને લઈ તપાસ આદરી હતી. અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સામે પોલીસની લાલ આંખ કરી છે.

આ પણ વાંચો - Amit Khunt Case : ચકચારી અમિત ખૂંટ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને કોર્ટથી મોટો ઝટકો!

Tags :
Alpesh KathiriaCandle MarchGopal Italiagujaratfirst newsKatargamNaina Vavadiya CaseNeel DesaiPatidar leaderPratap DudhatSinganpore police stationSuicide case of a Private Tuition TeacherSuratsurat crime newsTop Gujarati News
Next Article