Pakistani Spy : જાસૂસ જ્યોતિ મલ્હોત્રા કેસમાં મોટો ખુલાસો થયો, વોટ્સએપ ચેટ સામે આવી
- ડાયરીમાં જોવા મળ્યું કે જ્યોતિ ઉર્દૂ ભાષા પણ શીખી રહી હતી
- જ્યોતિના બેન્ક ખાતાના ટ્રાન્જેક્શની પણ તપાસ કરવામાં આવી રહી છે
- અલી હસનને પાકિસ્તાનમાં તેના લગ્ન કરાવવા માટે કહ્યું હતુ
Pakistani Spy : જાસૂસ જ્યોતિ મલ્હોત્રા કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાનના ઈશારે જ્યોતિ કામ કરતી હતી. તથા પાકિસ્તાની અલી હસન સાથેની વોટ્સએપ ચેટ સામે આવી છે. તેમાં જ્યોતિએ અલીને કહ્યું પાકિસ્તાનમાં લગ્ન કરાવી દો. પઠાણકોટ ગઈ હતી પણ વીડિયો ન બનાવ્યો તથા NIA અને IB દ્વારા જ્યોતિને સાથે રાખી તપાસ શરૂ કરી છે. જેમાં આર્મી કેન્ટોનમેન્ટ, એરબેઝની રેકીની આશંકા છે.
જ્યોતિના બેન્ક ખાતાના ટ્રાન્જેક્શની પણ તપાસ કરવામાં આવી રહી છે
જ્યોતિના બેન્ક ખાતાના ટ્રાન્જેક્શની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં દુબઈથી ટ્રાન્જેક્શન થયાની વિગતો સામે આવી છે. મોબાઈલમાંથી સેનાને લગતી વસ્તુઓ મળી છે. ઓપરેશન સિંદૂર બાદ પાક. અધિકારી સાથે વાત કરી હતી. જેમાં દાનિશ સાથે બ્લેકઆઉટનો મેસેજ શેર કર્યો હતો. એન્ક્રિપ્ટેડ માધ્યમથી ISI એજન્ટ સાથે સંપર્ક કરતી હતી. જ્યોતિના ટ્રાવેલ વીડિયોમાં ખાસ પેર્ટન જોવા મળી છે. ધાર્મિક સ્થળોની માહિતીના બદલે સુરક્ષા પર ધ્યાન આપતી હતી તથા સરહદી વિસ્તારોના વધુ વીડિયો બનાવ્યા હતા. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના શંકામાં ધરપકડ કરાયેલી હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારી સાથેની વધુ એક વોટ્સએપ ચેટ સામે આવી છે.
જ્યોતિ અલી હસનને પાકિસ્તાનમાં તેના લગ્ન કરાવવા માટે કહી રહી છે
જ્યોતિ અલી હસનને પાકિસ્તાનમાં તેના લગ્ન કરાવવા માટે કહી રહી છે. જ્યારે જ્યોતિ એક વર્ષ પહેલા પઠાણકોટ ગઈ હતી. જોકે, તેણે ત્યાં મુસાફરી સંબંધિત કોઈ વીડિયો બનાવ્યો ન હતો, પરંતુ ફેસબુક પર શેર કરાયેલ ફોટો અને એક ટૂંકી ક્લિપથી તેની ત્યાંની મુલાકાતનો ખુલાસો થયો. આ ઉપરાંત જ્યોતિના ખાતામાં દુબઈથી થયેલા ટ્રાન્જેક્શનની વિગતો મળી આવી છે. ફોરેન્સિક તપાસમાં જ્યોતિના મોબાઈલમાંથી સેનાને લગતી વસ્તુઓ મળી આવી હતી. એ પણ પ્રકાશમાં આવ્યું કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની દૂતાવાસના અધિકારી દાનિશ સાથે વાત કરી હતી. એન્ક્રિપ્ટેડ માધ્યમો દ્વારા પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતી.
ડાયરીમાં જોવા મળ્યું કે જ્યોતિ ઉર્દૂ ભાષા પણ શીખી રહી હતી
જ્યોતિના ટ્રાવેલ વીડિયોમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળી. મોટાભાગના વીડિયો ધાર્મિક પર્યટન પર છે પરંતુ મંદિરની માહિતીના બદલે ત્યાંની સુરક્ષા પર વધુ ધ્યાન આપે છે. ખાસ કરીને સરહદી વિસ્તારોના વીડિયોમાં આ વધુ જોવા મળ્યું છે. જ્યોતિની અન્ય દેશોની યાત્રા અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે. જ્યોતિના ઘરેથી મળેલી ડાયરીમાં તેણે લખ્યું છે કે પાકિસ્તાનમાં ઘણો પ્રેમ મળ્યો છે. ડાયરીમાં જોવા મળ્યું કે જ્યોતિ ઉર્દૂ ભાષા પણ શીખી રહી હતી.
આ પણ વાંચો: Gujarat MGNREGA scam : કોંગ્રેસને રાજીનામું લેવું હોય તો રૂબરૂ આવે : મંત્રી બચુ ખાબડ