Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur: નાર્કોટિક્સની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું, 1 કરોડની પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત

Palanpur: નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. જેમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે એક કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. તેમાં 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન કબજે કર્યા છે. અગાઉ એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ કરાઈ હતી. જેમાં પાલનપુરમાં ગોડાઉનમાં આ જથ્થો હોવાનું કબૂલ્યું હતું.
palanpur  નાર્કોટિક્સની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું  1 કરોડની પ્રતિબંધિત દવાઓનો જથ્થો જપ્ત
Advertisement
  • Palanpur: નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી
  • કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે એક કરોડનો જથ્થો જપ્ત કર્યો છે
  • તેમાં 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન કબજે

Palanpur: નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે. જેમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે એક કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. તેમાં 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન કબજે કર્યા છે. અગાઉ એન્ડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ કરાઈ હતી. જેમાં પાલનપુરમાં ગોડાઉનમાં આ જથ્થો હોવાનું કબૂલ્યું હતું.

ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા

ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરીને બે આરોપીઓને પકડી પાડ્યા હતા. તથા આરોપીઓ ગેરકાયદે દવાઓ બનાવતા હતા. તેથી કેન્દ્રીય બ્યુરોની ટીમે મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પોલીસને સોંપ્યો છે. આ દંપતી એનડી ફાર્માસ્યુ્ટિકલના માલિક છે. રિમાન્ડ દરમિયાન, આ આરોપી દંપતીએ તેમનું ગોડાઉન પાલનપુરમાં પણ હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં ધામા નાખ્યા હતા. મોડી રાત્રે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આ ગોડાઉન ઝડપી પાડ્યું હતું અને ત્યાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધીત દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.

Advertisement

Palanpur: નાર્કોટિક્સની ટીમે આ મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું

2800 કોડીનની બોટલો, 26000 ટ્રામાડોલના ઇન્જેક્શન, અન્ય પ્રતિબંધિત દવાઓ માર્કેટમાં ઘૂસે તે પહેલા જ નાર્કોટિક્સની ટીમે મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. નાર્કોટિક્સની ટીમે તમામ પ્રતિબંધીત દવાઓનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ માટે પાલનપુર પોલીસને સોંપી દીધો છે. પોલીસ હવે આ દવાઓનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: નવાગામ વિસ્તારમાં બની કરુણ ઘટના, બંને દીકરીઓની હત્યા બાદ માતાએ કરી આત્મહત્યા

Tags :
Advertisement

.

×