ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Panchmahal : હાલોલની હોટેલનાં રૂમમાંથી આધેડનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર!

મૃતક રિતેશભાઈએ અંકલેશ્વરથી આવી 12 જૂનના રોજ હાલોલ ખાતેની હોટેલમાં રોકાણ કર્યું હતું.
05:02 PM Jun 19, 2025 IST | Vipul Sen
મૃતક રિતેશભાઈએ અંકલેશ્વરથી આવી 12 જૂનના રોજ હાલોલ ખાતેની હોટેલમાં રોકાણ કર્યું હતું.
Panchmahal_Gujarat_first MAIN
  1. Panchmahal ના હાલોલની હોટલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો
  2. રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો
  3. હોટેલ સ્ટાફ ચેક આઉટ દરમિયાન ચેક કરવા જતા ઘટનાની જાણ થઈ
  4. હાલોલ પોલીસે મૃતદેહ મળવા અંગે તપાસ શરૂ કરી

Panchmahal : હાલોલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલોલમાં (Halol) આવેલી એક હોટેલનાં રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મળી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતાં ટીમ હોટેલ પહોંચી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે, વાંચો વિગત

અંકલેશ્વરથી આવી 12 જૂને હાલોલની હોટેલમાં રોકાણ કર્યું

પંચમહાલ જિલ્લાના (Panchmahal) હાલોલમાં આવેલી એક હોટેલમાંથી આધેડનો મૃતદેહ મળતા હોટેલ સ્ટાફ હેબતાઈ ગયો છે. હોટેલ મેનેજમેન્ટે આ અંગે પોલીસને જાણ કરી હતી. હાલોલ શહેર પોલીસની (Halol City Police) ટીમ હોટેલ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતકની ઓળખ 50 વર્ષીય રિતેશ રાઠોડે તરીકે થઈ છે. રિતેશભાઈએ અંકલેશ્વરથી આવી 12 જૂનના રોજ હાલોલ ખાતેની હોટેલમાં રોકાણ કર્યું હતું. સવારે 11 વાગ્યે રૂમ ચેક આઉટ કરવાનું હોવા છતાં રિતેશભાઈ નહીં આવતાં હોટેલ કર્મચારીએ તપાસ કરતાં રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - Rain in Gujarat: વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી

સવારે 9 વાગે પત્ની સાથે ટેલિફોનિક વાત કરી, મોત પાછળનું કારણ અકબંધ

પોલીસ તપાસ અનુસાર, મૃતક રિતેશભાઈએ સવારે 9 વાગે પત્ની સાથે ટેલિફોનિક વાત કરી હતી. રિતેશભાઈ રાઠોડ હાલોલ ખાતે રોજગારીની શોધખોળ માટે આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. હાલ, હાલોલ શહેર પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકનાં સ્વજનોને જાણ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અત્યાર સુધી મૃતદેહ પાસે કોઈ સુસાઇડ નોટ કે મોબાઇલમાં વીડિયો મળી આવ્યો છે કે કેમ તે અંગેની માહિતી સામે આવી નથી. રિતેશભાઈનું મોત પાછળનું કારણ હાલ અકબંધ છે.

આ પણ વાંચો - Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ પડયો

Tags :
AnkleshwarGUJARAT FIRST NEWShalolHalol City PoliceHalol Crime NewspanchmahalRitesh Rathod CaseTop Gujarati News
Next Article